નગરપાલિકાની 44 બેઠક માટે 180 અને તાલુકા પંચાયતની 22 બેઠક માટે 80 દાવેદારી નોધાવાઈ
સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ ની તારીખ જાહેર થઇ ચુકી છે.જેને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બનવા પામી છે.આમ આદમી પાર્ટી એ તાલુકા પંચાયત ની બેઠક નાં ઉમેદવારોની યાદી જાહેર કરી દિધી છે.ત્યારે ગોંડલ માં બહુમત ધરાવતા ભાજપ દ્વારા ગઇકાલે નવા માર્કેટયાર્ડ ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રીયા હાથ ધરાતા ઉમેદવારી માટે નો થનગનાટ નજરે પડ્યો હતો. માર્કેટિંગ યાર્ડ ખાતે બપોરે એક કલાકે ભાજપનાં પ્રદેશ નિરીક્ષકો રાકેશભાઈ શાહ, કૌશલ્યકુંવરબા પરમાર તથા કૌશલભાઇ દવે દ્વારા સેન્સ પ્રક્રીયા હાથ ધરાઇ હતી.જે રાત સુધી ચાલુ રહી હતી.
નગરપાલિકાનાં કુલ 11 વોર્ડ ની 44 બેઠકો માટે 180 જેટલી દાવેદારી રજુ થઇ હતી.નગરપાલિકા નાં જુના જોગીઓ રાજેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, અશ્વિનભાઈ રૈયાણી, અર્પણાબેન આચાર્ય, અનિતાબેન રાજ્યગુરુ સહીતે દાવેદારી નોંધાવી હતી. જ્યારે જિલ્લા પંચાયત ની પાંચ બેઠક માટે 15 તથા તાલુકા પંચાયત ની 22 બેઠક માટે 70 દાવેદારી રજૂ કરાઇ હતી.
માર્કેટિંગ યાર્ડ ખાતે કોઈપણ જાત નાં હલ્લાબોલ વગર શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાઇ હતી. જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા,ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા,પીન્ટુભાઇ ચુડાસમા સહિતે ઉમેદવારી પ્રક્રીયા માં માર્ગદર્શન આપ્યુ હતુ. શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,યુવા ભાજપ પ્રમુખ સચિનભાઈ વ્યાસ, જેકીભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર સહીત આગેવાનોએ વ્યવસ્થા જાળવી હતી.
ઉલ્લેખનીય છેકે ગત ચુંટણી માં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ તથા ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં સીધા માર્ગદર્શન હેઠળ ભાજપે નગરપાલિકાની તમામ 44 તાલુકા પંચાયત ની તમામ 22 તથા જીલ્લા પંચાયત ની પાંચેય બેઠકો પર સપાટો બોલાવી બેઠકો કબ્જે કરી ભાજપ નો ભગવો લહેરાવી ઈતિહાસ રચ્યો હતો. નગરપાલિકા, તાલુકા પંચાયત વિપક્ષ વિહીન બની હતી. આમ ભાજપનો ગઢ બનેલાં ગોંડલ માં આ વખતે પણ ભાજપ ઈતિહાસ ફરી દોહરાવી વિપક્ષ નો સફાયો કરશે તેવો આશાવાદ મોવડી અશોકભાઈ પીપળીયા,પીન્ટુભાઇ ચુડાસમા એ વ્યક્ત કર્યો હતો.
