પાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુ

માંગરોળમાં બસપા, સલાયામાં આમ આદમી પાર્ટી અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય, અનેક સ્થળે મોટા અપસેટ મોટાભાગની નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ વિજય ભણી, અમૂક…

માંગરોળમાં બસપા, સલાયામાં આમ આદમી પાર્ટી અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય, અનેક સ્થળે મોટા અપસેટ

મોટાભાગની નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ વિજય ભણી, અમૂક સ્થળે અપક્ષોએ કાઠું કાઢ્યુું, કોંગ્રેસનો કરૂણ રકાસ

ગુજરાતની 68 નગરપાલિકા, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ ગાંધીનગર, કપડવંજ તથા કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીઓના આજે પરિણામો આવવાનુ શરૂ થતા પાલિકા – પંચાયતોમા ભાજપનુ રોલર ફર્યુ હોય તેવા પ્રારંભિક ટ્રેન્ડ બહાર આવી રહયા છે. જુનાગઢ મહાનગરપાલિકામા પણ ભાજપે 9 બેઠકો બિનહરિફ મેળવ્યા બાદ બાકીની મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ હોવાથી ફરી ભાજપનુ શાસન આવે તેવુ ચિત્ર ઉપસ્યુ છે. જયારે કોંગ્રેસ કરૂણ રકાસ ભણી આગળ વધી રહી છે.

આ સિવાય રાજકોટ જિલ્લાની જેતપુર-ધોરાજી-ઉપલેટા-ભાયાવદરમા પણ ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહયા છે. જસદણમા પણ અમૂક બેઠકો ઉપર કોંગ્રેસ તો મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ છે. વોર્ડ નં 1 મા બે બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે.

ગુજરાતની 66 નગર પાલિકાની સામાન્ય અને બે પાલિકાની મધ્યસત્ર ચૂંટણીમા પરિણામો દરમિયાન અનેક સ્થળે અપક્ષો પણ લીડ કરી રહયા છે તો અમૂક પાલિકામા અપસેટ જોવા મળી રહયા છે. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે.

જયારે જુનાગઢ મહાનગર પાલિકામા પણ ભાજપમા મોટો અપસેટ સર્જાયો છે. પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાના પૂત્ર પાર્થ કોટેચાનો વોર્ડ નં 9 મા પરાજય થયો છે. આ વોર્ડમા ભાજપને ત્રણ અને અપક્ષને એક બેઠક મળી છે. અમરેલી જિલ્લામા પણ પાયલ ગોટી પ્રકરણ કોંગ્રેસને ફડયુ નથી અને અમરેલી સહિત ચારેય નગરપાલિકાઓમા ભાજપનો દબદબો જોવા મળી રહયો છે. અમરેલી ઉપરાંત જાફરાબાદ, લાઠી અને ચલાલામા ભાજપ વિજય ભણી આગળ વધી રહેલ છે.

ભાવનગર જિલ્લામા પણ બોટાદ અને ગઢડા નગરપાલિકામા ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળી રહયો છે. પ્રારંભમા 8 જેટલી બેઠકોના પરીણામો જાહેર થયા છે જે તમામ બેઠકો ભાજપને મળી છે. સુરેન્દ્રનગર જિલ્લામા થાન નગરપાલિકામા વોર્ડ નં 1 મા ભાજપનો વિજય થયાના અહેવાલ મળી રહયા છે. આ સિવાય મોરબી જિલ્લામા વાંકાનેર જિલ્લામા પણ 18 બેઠકો પર ભાજપ આગળ હોવાના અહેવાલો છે. હળવદની મોટાભાગની બેઠકો પર ભાજપ વિનમા હોવાનુ જાણવા મળેલ છે. જોકે વાંકાનેર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા કોંગ્રેસનો વિજય થયાનુ જાણવા મળી રહયુ છે.

માંગરોળ નગરપાલિકામા બસપાએ ખાતુ ખોલ્યુ છે અને વોર્ડ નં 1 મા બસપાની આખી પેનલ વિજેતા બની છે. જયારે કુતિયાણામા ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જબરી સ્પર્ધા જોવા મળી રહી છે. અહીં બે બેઠક ભાજપે તો બે બેઠક સમાજવાદી પાર્ટીએ જીત્યાના અહેવાલો મળે છે.

દક્ષિણ ગુજરાતમા પણ ભાજપનું સ્ટીમ રોલર ફરી રહયુ હોય તેવી સ્થિતિ છે. નવસારીની બિલીમોરા નગરપાલિકા ઉપરાંત ગાંધીનગર તાલુકા પંચાયતમા ભાજપ વિજયભણી કુચ કરી રહયુ છે. જયારે જેતપુર નગરપાલિકામા ભાજપ તોતીંગ બહુમતી મેળવી રહયાનુ ચિત્ર ઉપસી રહયુ છે.

જૂનાગઢમાં ભાજપના પાર્થ કોટેચા, ચોરવાડમાં કોંગ્રેસના ચુડાસમા હાર્યા
પાલિકા-પંચાયતોની આજે મતગણતરી દરમિયાન અમુક સ્થળે મોટા અપસેટ જોવા મળ્યા છે. જુનાગઢ મહાનગર પાલિકાની ચુંટણીમાં 9 બેઠક બિન હરીફ મેળવનાર ભાજપના યુવા સુકાની પાર્થ કોટેચા વોર્ડ નં.9માં હારી ગયા છે. જયારે ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નં.3માં ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પણ પરાજય થતા અહીં મોટો અપસેટ જોવા મળી રહ્યો છે.

‘આપ’ની એન્ટ્રી: સલાયામાં 12 બેઠક, તાલાલા તા.પં.માં આપ વિજેતા
દિલ્હીની સતા ગુમાવનાર આમ આદમી પાર્ટીએ ગુજરાતમા પાલિકાની ચૂંટણીમા પગ પેસારો કર્યો છે. સલાયા નગરપાલિકામા આપના 12 ઉમેદવારો ચૂંટાયા છે. વોર્ડ નં 1 મા આપની આખી પેનલ વિજેતા થઇ છે તો તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા પણ આપના ઉમેદવાર જીત્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *