ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર 30 હજાર મતે વિજેતા

પિતા ગોવિંદભાઇના નિધનથી ખાલી પડેલી બેઠકમાં પુત્રનો 30,500 મતે વિજય ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે…

પિતા ગોવિંદભાઇના નિધનથી ખાલી પડેલી બેઠકમાં પુત્રનો 30,500 મતે વિજય

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. તેઓ 30,500 મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે.

23મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.

ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (23મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત 59.04 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ જેટલા મતદારો નોંધાયા હતા. ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના 54 ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત 15 વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *