બંગાળમાં ટિકિટ ન મળવાથી ગુસ્સે ભરાયેલા, પાર્ટીના કાર્યકરોએ કથિત રીતે પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી અને ભગવાન રામનું પોસ્ટર ફાડી નાખ્યું. આ ઘટના ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને ઉજાગર કરે છે. પરિતોષ દાસને અલીપુરદુઆર બેઠક માટે ટિકિટ ફાળવવામાં આવ્યા બાદ સ્થાનિક કાર્યકરોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો હતો. પાર્ટીનું નેતૃત્વ હવે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પ્રયત્નશીલ છે. બંગાળની ચૂંટણી પહેલા આ ઘટના ભાજપ માટે ચિંતાનું કારણ બની છે.
ભાજપે ગત સોમવારે જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારોમાંથી ચાર માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં અલીપુર દુઆર માટે સંગઠનના આગળ પડતા નેતા પ્રેમનેવાટે ખુદ ટિકિટ માટે ઝંખના ધરાવતા હતા. પરંતુ તેમનો છેદ ઉડી જતા તેમના ટેકેદારોએ રમખાણ મચાવ્યું હતું. તે એટલી હદ સુધી કે જિલ્લા પ્રમુખ મિથુન દાસને પાર્ટીના કાર્યાલયમાં લોક કરી દેવામાં આવ્યા હતા અને બહાર એમના વિરોધમાં સુત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા.
જેમને ટિકિટ આપવામાં આવી છે એ પરિતોષ દાસને કાર્યકરો ઓળખતા નથી એમ કહીને પ્રેમનેવાટેએ ભાજપ હાઇ કમાન્ડના નિર્ણયોનો વિરોધ કરવા પોતાના કાર્યકરોનું મોટું જુથ એકત્રીત કર્યું હતું. જો કે પોલીસ બોલાવ્યા બાદ મામલો થાળે પડયો હતો.
