મહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણી

મુંબઇમાં 30 વર્ષના ઠાકરે પરિવારના એકચક્રી શાસનનો અંત, થાણેમાં શિંદે જૂથનો દબદબો દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી લોકમત ભાજપની વિરુદ્ધમાં થતો જતો હોવાની માન્યતાના લીરેલીરા ઉડાડતા…

મુંબઇમાં 30 વર્ષના ઠાકરે પરિવારના એકચક્રી શાસનનો અંત, થાણેમાં શિંદે જૂથનો દબદબો

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી લોકમત ભાજપની વિરુદ્ધમાં થતો જતો હોવાની માન્યતાના લીરેલીરા ઉડાડતા પરિણામો મહારાષ્ટ્રની મહાપાલિકાઓની ચુંટણીએ બતાવ્યા છે અને ફરીવાર સાબિત કર્યુ છે કે, લોકમત પર હજુ પણ ભાજપનો અને નરેન્દ્ર મોદીનો જાદુ બરકરાર છે. મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓએ જુના વેરઝેર ભુલીને એકસંપ થઈને આ વખતના જંગમાં જંપ લાવ્યો છતાં તેઓ માત્ર જેને કાંટે કી ટક્કર કહેવાય એવી સારી લડત જ આપી શક્યા છે. મોટા ભાગની બેઠકો પર વિજયથી તેઓ એક વેંત દૂર રહી ગયા છે અને પ્રજામતની હાથણીએ યશકળશ ભાજપ અને યુતિ ઉપર જ ઢોળ્યો છે.

બપોર પછી છેલ્લે મળતા અહેવાલ પ્રમાણે ભાજપે મહારાષ્ટ્રની તમામ 29 મહાપાકિલાઓમાઁથી 23 મહાપાકિલાઓમાં વિજય તરફની કુચ અવીરત ચાલુ રાખી છે. મુંબઇમાં પણ ભાજપનો વિજય ધ્વજ અરબી સુમદ્રના કિનારે લેહરાવા લાગ્યો છે અને બાળાસાહેબ ઠાકરેના જમાનાથી મુંબઇ પર ઠાકરે પરિવારનું એકચક્રી શાસન હતુ તેનો પહેલા આંતરકલેહથી અને હવે લોકમતથી અંત આવ્યો છે. જયારે થાણેમાં શિંદે(શિવસેના) જૂથનો દબદબો જોવા મળી રહ્યો છે. તો શરદ પવાર અને અજિત પવારના કાકા-ભત્રીજાના ગઢ સમાન પીંપરી-ચીંચવડમાં પણ ભાજપનો ભગવો લહેરાય તેવા સંજોગો જવા મળી રહ્યા છે. કોગ્રેસનો પણ સવત્ર સફાયો જોવા મળી રહ્યો છે. એકમાત્ર કોંગ્રેસની જેમ જ ગત ભૂકંપમાં ધ્વસ્ત થયેલા લાતુરમાં કોંગ્રેસ માટે થોડો આસાવદ દેખાય છે.

કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી મોટાભાગના પર ભાજપ અને યુતિનું એકચક્રિય શાસન આવી જશે તેવુ બપોર પછીના વલણો ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 29 માંથી 23 મહાપાલિકાઓ ઉપર તો ભાજપને તથા તેના સાથીપક્ષોને સ્પષ્ટ બહુમત મળવાનો અણસાર દેખાય છે. આજે સાંજ સુધીમાં ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ જશે.
ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી મોટાભાગના પર નિયંત્રણ મેળવવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે , જોકે ઠાકરે બંધુઓ મોટી લડાઈ આપી રહ્યા છે. પરંતુ હવે તેઓ પહોંચી શકે એમ નથી.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીમાં વલણો આવતા, ભાજપ 34 સ્થળોએ આગળ છે જ્યારે તેના સાથી એકનાથ શિંદે 12 સ્થળોએ આગળ છે. શિવસેના (UBT) 19 સ્થળોએ આગળ છે જ્યારે MNS નવ સ્થળોએ આગળ છે. કોંગ્રેસ પાંચ જગ્યાએ આગળ છે. નવી મુંબઈમાં, ભાજપે લીડ સ્થાપિત કરી છે જ્યારે શિંદેના ગઢ એવા થાણેમાં, શિવસેના આગળ છે, જોકે અંતર ઓછું છે. પનવેલમાં, ભાજપ સ્પષ્ટપણે આગળ છે. વસઈ-વિરારમાં, હિતેન્દ્ર ઠાકુરના નેતૃત્વ હેઠળની બહુજન વિકાસ આઘાડી 85 સ્થળોએ આગળ છે જ્યારે ભાજપ 24 સ્થળોએ આગળ છે. કોલ્હાપુરમાં, ભાજપ 22 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 26 બેઠકો પર આગળ છે. જલગાંવમાં ભાજપ આગળ છે.

પુણે અને પિંપરી-ચિંચવડમાં, ભાજપ હવે અજિત પવારની આગેવાની હેઠળની NCP અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) ના છેલ્લા જોડાણ સામે આગળ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વતન નાગપુરમાં ભાજપે મોટી લીડ સ્થાપિત કરી છે. રાજ્યની યાત્રાધામ નાસિક અને આધ્યાત્મિક રાજધાની સોલાપુરમાં ભાજપ સૌથી આગળ છે. નાગપુર, પીંપરી-ચીંચવડ, નાસીક, નવી મુંબઇ, પુના, સંભાજીનગર અને થાણે મહાપાલિકાઓમાં હવે ભાજન સ્પષ્ટ બહુમતીની સાવ નજીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *