ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માએ કર્યો રાજકોટ જિલ્લાનો પ્રવાસ

રાજકોટ જીલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા અને સ્થાનિક લોકો તથા ઉદ્યોગકારોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી…

રાજકોટ જીલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા અને સ્થાનિક લોકો તથા ઉદ્યોગકારોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, કેબીનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હીરપરા, જીલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય, જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા, જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્યઓ જયેશભાઈ રાદડિયા, ગીતાબા જે.જાડેજા, ભાનુબેન બાબરિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, રમેશભાઈ ટીલાળા, અમુલના વાઈસ-ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા દ્વારા રાજકોટ જીલ્લાનો પ્રવાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જગદિશભાઈ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં સૌ પ્રથમ સવારે 8.00 કલાકે રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં માતાજીની આરતી કરી, આશીર્વાદ લઇ રાજકોટ જીલ્લાના પ્રવાસનો શુભારંભ કર્યો હતો. આ દરમ્યાન જીલ્લા ભાજપ કાર્યાલય સ્ટાફ સાથે પ્રોત્સાહક પરિચય મુલાકાત સાથે જરૂૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી, ત્યારબાદ સવારે 9.00 કલાકે ગોંડલના જામવાડી ખાતે 2500થી વધુ લોકોની હાજરીમાં એક પેડ માં કે નામ અંતર્ગત અંદાજીત 2500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. બાદમાં સવારે 10.00 કલાકે અક્ષર મંદિર, ગોંડલ ખાતે પ્રાકૃતિક ખેડૂત સંમેલનમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત પ્રાકૃતિક ખેતી ઉપજની પ્રદર્શનીની મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અને પ્રાકૃતિક ખેતી માટેની સરકારની અનેક યોજનાઓથી માહિતગાર કર્યા હતા.

બપોરે 2.30 કલાકે રાજમહેલ વિઝીટ, નવલખા પેલેસ, મોટી બજાર ઓર્ચીન પેલેસ અને મહાત્મા ગાંધી, વિનોબાભાવે જે જગ્યાએ રોકાયા હતા તે સ્થળ વિઝીટ કરી હતી. આ દરમ્યાન ટાઉનહોલ ખાતે આધુનીક સુવિધાઓથી સજ્જ અને વિવિધ પુસ્તકોથી સભર લાઈબ્રેરીનું ઉદઘાટન કર્યું હતું. બાદમાં બપોરે 3.00 કલાકે ટાઉનહોલ,ગોંડલ ખાતે રાજકોટ જીલ્લા ભાજપના સંગઠનના હોદેદારો સાથે સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનના પદાધિકારીઓ સાથે ગેટ ટુ ગેધર ચર્ચા કરવામાં આવી હતી.

સાંજે 06.00 કલાકે કેન્દ્રીય ડો.મનસુખભાઈ માંડવીયાના ગોરસ કાર્યાલય, ઉપલેટા ખાતે રાજકોટ જીલ્લાના ચુટાયેલા સભ્યઓનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ચુટાયેલા સભ્યઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે વિવિધ પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી અને વહીવટી અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *