ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની કાલે બેઠક

  પાલિકા-પંચાયતોના સુકાનીઓની થશે પસંદગી, બુધવારે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના નામોના ખૂલશે કવર જુનાગઢ કોર્પોરેશન અને રાજયની 66 નગરપાલિકા તથા 3 તાલુકા પંચાયતોના સુકાનીઓના નામની જાહેરાતનું કાઉન્ટડાઉન…

 

પાલિકા-પંચાયતોના સુકાનીઓની થશે પસંદગી, બુધવારે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના નામોના ખૂલશે કવર

જુનાગઢ કોર્પોરેશન અને રાજયની 66 નગરપાલિકા તથા 3 તાલુકા પંચાયતોના સુકાનીઓના નામની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આવતીકાલે ભાજપ પાર્લામેન્ટરી બોડરની બેઠક બાદ બુધવારે હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતમાં ગત મહિને યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકા, રાજયની 66 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ સ્થાનીક સ્વરાજયની સંસ્થામાં પદાધિકારીઓની નિયુકતી કરવા માટે આગામી બુધવારે જનરલ બોર્ડની બેઠક યોજાશે તે પૂર્વ આવતીકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે જેમાં એકબાદ એક જિલ્લાના સંગઠનના હોદેદારોને સાંભળી નિરીક્ષકો પાસેથી સેન્સ દરમિયાન આવેલા દાવેદારોના નામોની યાદી મેળવવામાં આવશે.દરમિયાન બુધવારે બોર્ડ બેઠક પૂર્વ એકાદ કલાક અગાઉ પસંદગી કરવામાં આવેલા નેતાના નામોની યાદી જેતે જિલ્લાના પ્રમુખને મોકલવામાં આવશે.

સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. દરમિયાન ચૂંટાયેલા તમામ સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થતા આગામી પાંચ માર્ચે જૂનાગઢ મહા પાલિકા ઉપરાંત મોટાભાગની નગર પાલિકાઓમા પદાધિકારીઓની નિમણુંક કરવા માટે બોર્ડ બેઠક મળશે. દરમિયાન આવતીકાલે સવારથી મોડી રાત્રી સુધી ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ક્રમશ: એકબાદ એક જિલ્લાના સંગઠનના હોદેદારો અને નિરીક્ષકો સાથે પાસેથી વિગતો એકત્રીક કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં સંગઠનના હોદેદારો અને પદાધિકારીઓની પસંદગી ગત સપ્તાહે અલગ અલગ સ્થળોએ નિરીક્ષકોને મોકલી દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આખો દિવસ ચાલશે દરમિયાન બુધવારે સવારે જેતે સ્થાનિક સ્વરાજયની સંસ્થામં પદાધિકારીઓની નિયુકતી માટે મળનારા જનરલ બોર્ડની બેઠક પૂર્વ એક કલાક અગાઉ બંધ કવરમાં પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જિલ્લા કે શહેર પ્રમુખને નામ મોકલવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *