સ્થાનિક સ્વરાજ્યની 38 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની પેનલ તૈયાર

મુખ્યમંત્રીના નિવાસસ્થાને જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મૂરતિયાની પસંદગી માટે થઇ કવાયત મુખ્યમંત્રીના નિવાસસ્થાન સીએમ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ મેરેથોન…

મુખ્યમંત્રીના નિવાસસ્થાને જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મૂરતિયાની પસંદગી માટે થઇ કવાયત

મુખ્યમંત્રીના નિવાસસ્થાન સીએમ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ મેરેથોન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખો તેમજ ઝોન મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ કારણોસર ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની 38 બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓમાંથી મળેલા નામો અને ભલામણોની ચકાસણી કરીને સ્થાનિક રાજકીય સમીકરણો, સંગઠનનો પ્રતિસાદ અને ઉમેદવારોની જીતની સંભાવનાને ધ્યાનમાં રાખી અંતિમ પેનલ તૈયાર કરવામાં આવી છે.

બેઠક દરમિયાન દરેક બેઠક માટે મળેલા નામોનું અલગ-અલગ સ્તરે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સંભવિત ઉમેદવારોની લોકપ્રિયતા, સંગઠન સાથેનો સંપર્ક, સ્થાનિક રાજકીય પરિસ્થિતિ તેમજ જીતની શક્યતાઓના આધારે અંતિમ પેનલ નક્કી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ભાજપ પ્રદેશ નેતૃત્વ અને વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકો પર મજબૂત અને જીતાડુ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે વિશેષ ચર્ચા કરી હતી.

ટૂંક સમયમાં ઉમેદવારોના નામોની જાહેરાત
અંતિમ પેનલ તૈયાર થયા બાદ હવે ભાજપ દ્વારા આ 38 બેઠકો માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ નામોની અંતિમ ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આ ખાલી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પાર્ટી દ્વારા સંગઠનના મજબૂત આધાર અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *