ગુજરાત ભાજપે આવતીકાલે એટલે કે શનિવારે 11 વાગ્યે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાવવા જઇ રહી છે. સીઆર પાટીલે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોને શનિવારે બેઠકમાં હાજર રહેવાની સૂચના આપી હતી.
આ બેઠકમાં સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઇને ચર્ચા કરવામાં આવે અથવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવે તેવી પુરી શક્યતા છે. કારણ કે આ બેઠકમાં ધારાસભ્યો સિવાય રાષ્ટ્રીય મહાસચિવ અને જઈ મોરચાના ઈન્ચાર્જ તરૂૂણ ચૂંગ પણ હાજર રહેનાર છે.
મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં આવતીકાલે શનિવારે સવારે 10:30 વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં હાજર રહેવા માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટે સીઆર પાટીલે સૂચના આપી હતી. જેને લઇને અનેક રાજકીય અટકળો વહેતી થઇ હતી. બેઠકમાં સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઇને પણ ચર્ચા કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે સૂત્રોએ દાવો કર્યો હતો કે સેવા પખવાડિયાની ઉજવણીની તૈયારી માટે આ બેઠક બોલાવવામાં આવી છે. 14 તારીખથી ભાજપ સેવા પખવાડિયું ઊજવશે. બેઠકમાં રાષ્ટ્રીય મહાસચિવ,જઈ મોરચાના ઈંચાર્જ તરુણ ચૂંગ પણ બેઠકમાં હાજર રહેશે.
નોંધનીય છે કે ગઇકાલે સુરતના મજુરા વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનમાં સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. હું આવતીકાલે પ્રમુખ ન પણ હોય. હું પ્રમુખ ન જ હોવો જોઈએ. મે અનેક વખત કહ્યું છે એક વ્યક્તિને બે હોદ્દા ન આપવા જોઈએ. નિર્ણય થઈ જશે તો નેતાઓ જાહેર કરશે.
