મોરબી જિલ્લાના 40 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી

મોરબી જિલ્લાના જુદાજુદા ગામડાઓમાં ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધીના બોર્ડ બેનર જેતપર ગામના ખેડૂત આંદોલનના સમર્થનમા લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વધુ 10…

મોરબી જિલ્લાના જુદાજુદા ગામડાઓમાં ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધીના બોર્ડ બેનર જેતપર ગામના ખેડૂત આંદોલનના સમર્થનમા લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વધુ 10 સહિત અંદાજે 40 જેટલા ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે અને જો વીજલાઇનના વળતર માટે ખેડુતોની માંગણી મુજબ વહેલી તકે સરકાર દ્વારા પરીપત્ર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી વર્ષ 2027 ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપને પસ્તાવાવું પડશે તેવી ચીમકી હાલમાં ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા 3 મહિનાથી ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર સામે પૂરતા અને પહેલા વળતરની માંગ સાથે ખેડૂતોની આંદોલન ચાલી રહ્યું છે. દરમ્યાન ખેડૂતોની માંગણી મુજબનું નહીં પરંતુ સરકારે તેની મરજી મુજબ નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી હતી જેનો ખેડૂત દ્વારા અસ્વીકાર કરવામાં આવેલ છે અને આંદોલન ચાલુ જ રાખવામા આવ્યુ છે અને ખેડૂતોની માંગણી મુજબ ખેડૂતને વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તેવી માહિતી જેતપર આંદોલન સમિતિના સભ્ય જયંતિભાઈ ભીમણી દ્વારા આપવામાં આવી હતી.

મોરબી જિલ્લાના ધીમેધીમે કરતાં એક કે બે નહીં પરંતુ 40 જેટલા ગામોમાં ખેડૂતોને ખાનગી વીજ કંપની પાસેથી વધુ વળતર મળે તે માટે સરકાર દ્વારા નવી વળતર નીતિ જાહેર ન કરવામાં આવે તો આગામી વર્ષ 2027 માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે મત માંગવા માટે આવવું નહીં તેવા બેનર લગાવવામાં આવી રહ્યા છે.

જેતપરના ખેડૂત આગેવાન મયુરભાઈ જાકાસણીયાએ જણાવ્યુ હતું કે, પહેલા જેતપર રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા, ખીરાઈ બેલા, પીપળી, ધરમપુર, હરિપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી), દાદાશ્રીનગર, રોટલીગામ (અમરનગર), ક્રુષ્ણનગર, ગૂંગણ, ગાળા, પીલુડી, નવા દેવળીયા, જબલપુર, અણીયારી સહિતના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશ બંધીના બેનર લાગ્યા હતા ત્યાર બાદ જીવાપર (આમરણ), રાજપર (કું), ઓમનગર (ખારચીયા), આમરણ, ડાયમંડનગર, બેલા (આ), ઓમનગર (નવા ખારચીયા) હજનારી, મોડપર, વીરપરડા, પીપળીયા, લૂંટાવદર, ખાખરેચી, જેપુર, ખાખરાળા, ખેવારીયા, બરવાળા, કાંતિપુર હજનાળી, માણેકવાડા સહિતના ગામોમાં ભાજપની પ્રવેશબંધીને લગતા બેનર લગાવવામાં આવેલ છે અને જો ખાનગી કંપનીની ખેડુતોને વીજપોલ અને કોરિડોર માટે પૂરતું વળતર આપે તેના માટેનો જરૂૂરી પરીપત્ર સરકાર નહીં કરે તો 2027 ની ચુંટણી પછી ભાજપ પક્ષને પસ્તાવો થશે તેવું હાલમાં ખેડૂતો કહી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *