ગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપ

કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી હતી. જોકે, આ સભામાં જનમેદનીની પાંખી હાજરી જોવા મળી હતી,સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતિષ દેસાઈએ ભાજપ પર…

કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી હતી. જોકે, આ સભામાં જનમેદનીની પાંખી હાજરી જોવા મળી હતી,સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતિષ દેસાઈએ ભાજપ પર ’મિર્ઝાપુર’ જેવું શાસન ચલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે રાજકુમાર જાટ હત્યા પ્રકરણ, સુરતના લોકો પર હુમલો અને ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા જેવી ઘટનાઓને લોકશાહીની હત્યા સમાન ગણાવી હતી. તેમણે રિબડા જૂથ અને ભાજપ વચ્ચેની ’ગોઠવણ’ પર સવાલ ઉઠાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા સભામાં ઓછી જનમેદની જોઈને ખૂબ જ નારાજ દેખાયા હતા. તેમણે તીખા અવાજમાં કહ્યું, ગોંડલની જનતાનો આત્મા મરી ગયો છે. જો પ્રજા વિકાસ જોવા કે લોકશાહી બચાવવા બહાર ન આવતી હોય, તો તેનો અર્થ એ કે તેમને ગુલામી જોઈએ છે. તેમણે ભાજપ પર પોલીસ અને તંત્રના દુરુપયોગનો પણ આરોપ લગાવ્યો હતો.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને પક્ષ દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપ-પ્રતિઆક્ષેપો એ વાતની સાબિતી આપે છે કે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો જંગ બની ચૂક્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ગોંડલની જનતા કોના વિકાસના દાવા અને કોના આક્ષેપો પર વિશ્વાસ મૂકે છે.

સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, ઉપપ્રમુખ યતિષ દેસાઈ, ધર્મેશ બૂટાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, દિનેશઈ પાતર અને જિલ્લા મંત્રી લલિત પટોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *