ભાજપ દ્વારા ચૂંટણી સંચાલન સમિતિની રચના, ઝડફિયાને સંયોજક બનાવાયા

ગુજરાત હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘા વાગી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણી પૂર્વે તૈયારીની શરૂૂઆત કરી દીધી છે. જેના ભાગરૂૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ…

ગુજરાત હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘા વાગી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણી પૂર્વે તૈયારીની શરૂૂઆત કરી દીધી છે. જેના ભાગરૂૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિનું ગઠન કર્યું છે.

આ મહત્વપૂર્ણ સમિતિના સંયોજક તરીકે ભાજપના પીઢ નેતા અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની વરણી કરવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલી આ સમિતિમાં અનુભવી નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો સહિત કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સમિતિમાં પૂર્વ ઉપપ્રમુખ જયસિંહજી ચૌહાણ, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા, દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોર અને પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર જેવા દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમત-ગમત સેલના ક્ધવીનર મનીષ પટેલ અને વલસાડ જિલ્લાના પૂર્વ મહામંત્રી શિલ્પેશ દેસાઈને પણ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સમિતિ આગામી ચૂંટણીઓમાં પક્ષના પ્રચાર, વ્યવસ્થાપન અને વ્યૂહરચનાના સંચાલનની મહત્વની જવાબદારી સંભાળશે તેવી રણનીતિ ઘડવામાં આવી છે. આમ તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી પૂર્વ સત્તાની સેમિફાઇનલ સમાન હોય છે. ત્યારે સેમિફાઇનલ માટે ભાજપ ચૂંટણી જાહેર પૂર્વે જ મેદાનમાં ઉતરવાની રણનીતિ તેજ કરી દીધી છે. જો કે અગાઉ 2025 યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતમાંથી 196 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકામાંથી 75 નગરપાલિકામાં અને રાજ્યની અમદાવાદ, જૂનાગઢ, જામનગર, વડોદરા, સુરત અને રાજકોટ સહિતમાં રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો હતો. જેને અકબંધ રાખવા ભાજપ અત્યારથી કામગીરી હાથ ધરી છે. હવે કેટલું પરિણામ આવે છે તે જોવું જ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *