ભાજપના 42 મહાનગર-જિલ્લા ભાજપના પ્રભારીની નિમણૂક

રાજકોટમાંથી ભંડેરી, મિરાણી, કશ્યપ શુક્લ અને અરવિંદ રૈયાણીને સ્થાન, પ્રશાંત કોરાટને સુરતનો હવાલો સ્થાનિક ચૂંટણીઓ પહેલાં જૂના જોગીઓને મેદાનમાં ઉતારાયા, નીતિનભાઈ પટેલને મહિસાગરના પ્રભારી બનાવાયા…

રાજકોટમાંથી ભંડેરી, મિરાણી, કશ્યપ શુક્લ અને અરવિંદ રૈયાણીને સ્થાન, પ્રશાંત કોરાટને સુરતનો હવાલો

સ્થાનિક ચૂંટણીઓ પહેલાં જૂના જોગીઓને મેદાનમાં ઉતારાયા, નીતિનભાઈ પટેલને મહિસાગરના પ્રભારી બનાવાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠનનો વિસ્તાર કરવામાં આવ્યો છે. એન રાજ્યના વિવિધ 42 મહાનગર-જિલ્લાના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મહદઅંશે જૂના જોગીઓએ જવાબદારી સોંપવામાં આવી છે.

ખાસ કરીને સંગઠનમંત્રીથી કપાઈ ગયેલા રાજકોટ શહેરના ચાર આગેવાનોને વિવિધ શહેર જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેને રાજકોટ શહેરના અને પાટણના ભરત આર્યને રાજકોટ જિલ્લાના પ્રભારી બનાવાયા છે. તો રાજકોટ જિલ્લાના વતની પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટને સુરત શહેરની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ મહિસાગરના પ્રભારી બનાવાયા છે. રાજકોટ શહેરમાંથી ચાર નેતાઓને પ્રભારી બનાવાયા છે. તેમાં અમદાવાદ જિલ્લામાં કશ્યપ શુકલ, જામનગર શહેરમાં ધનસુખ ભંડેરીને, પૂર્વમંત્રી અરવિંદ રૈયાણીને જૂનાગઢ જિલ્લાના તથા કમલેશ મિરાણીને ભાવનગર શહેરના પ્રભારીની જવાબદારી સોંપાઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભારી
કચ્છ – ફલજીભાઈ ચૌધરી
જામનગર શહેર – ધનસુખભાઈ ભંડેરી
જામનગર જી. – દિલીપભાઈ બારડ
દેવભૂમિ દ્વારકા – પુનિતભાઈ શર્મા
રાજકોટ શહેર – અનિરુદ્ધભાઈ દવે
રાજકોટ જી. – ભરતભાઈ આર્ય
મોરબી જી. – ગજેન્દ્રભાઈ સક્સેના
જૂનાગઢ શહેર – જીજ્ઞાબેન પંડ્યા
જૂનાગઢ જી. – અરવિંદભાઈ રૈયાણી
ગીર સોમનાથ – ભાવનાબેન જે. હિરપરા
પોરબંદર જી. – ડો. વિમલભાઈ કગથરા
અમરેલી – અભયસિંહ ચૌહાણ
ભાવનગર શહેર – કમલેશભાઈ મિરાણી
ભાવનગર જી. – હર્ષદગીરી ગોસાઈ
બોટાદ – દશરથજી ઠાકોર
સુરેન્દ્રનગર જી. – રાજેશભાઈ શુકલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *