જામનગરમાં આંબેડકર બ્રિજ પર બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું

જામનગરમાં પતંગની દોરી એક બાઇક ચાલક યુવાન માટે નુકસાનકારક સાબિત થઈ છે, અને તેનું ગળું કપાયું હોવાથી તેને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર…

જામનગરમાં પતંગની દોરી એક બાઇક ચાલક યુવાન માટે નુકસાનકારક સાબિત થઈ છે, અને તેનું ગળું કપાયું હોવાથી તેને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જોકે તેની તબિયત સુધારા પર છે. જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતો સમીર દલ નામનો 42 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને દિગજામ સર્કલ થઈને આંબેડકર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એકાએક પતંગની દોરી તેના ગળામાં વીંટળાઈ ગઈ હતી, અને ડોકના ભાગે ઇજા થઈ હતી, અને લોહી લૂહાણ બન્યો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, ત્યાં તબીબો દ્વારા તેની તાકીદની સારવાર કરવામાં આવી હતી. જોકે તેની હાલત સુધારા પર હોવાથી તેને રજા આપી દેવામાં આવી છે.

દરેડ વિસ્તારમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર નજીક દરેડ વિસ્તારમાં બે દિવસ પહેલાં રાત્રિના સમયે એક મોટરસાયકલની ચોરી થઈ હતી, જે અંગે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને પોલીસી ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને તેઓની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

જેઓએ ઉપરોક્ત મોટરસાયકલની ચોરી કરનાર જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પિયુષ ઉર્ફે પ્રિન્સ જયસુખભાઈ પરમાર નામના શખ્સને ઝડપી લીધો હતો. તેણે પોતાની સાથે અન્ય બે ટાબરીયાઓની મદદથી ઉપરોક્ત બાઈકની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી, અને તુલસી પાર્ક વિસ્તારમાં બાવળની જાળીમાં ત્રણેય ભેગા મળી ને મોટરસાયકલ ને ખોલી નાખી તેના સ્પેરપાર્ટ જુદા પાડીને વેચવાની પેરવી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *