રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને ધંધુકામાં થયેલ બાઈક ચોરીના ભેદ ખુલ્યા: ગેરેજ સંચાલક અને રીઢા વાહન ચોરની ધરપકડ કરી પૂછપરછ કરતાં ભાંડો ફૂટયો
સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર,બોટાદ અને ભાવનગર અને ઘંધુકા પંથકમાંથી મોટરસાઇકલ ચોરી કરી એન્જિન અને અન્ય પાર્ટ્સ છુટા કરીને વેચી દેવાના કૌભાંડ નો વિંછીયા પોલીસે પર્દાફાશ કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સોએ 27 બાઈક ચોર્યાની કબૂલાત આપી છે. પોલીસે 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વિંછીયાના થોરિયાળી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિમયાન બે શખસોને કોથળીમાં બાઈકનું એન્જિન સાથે ઝડપી લીધા બાદ બન્ને શખસોની પૂછતાછ કરાતા 27 મોટરસાયકલ ચીરીનું રેકેટ ખૂલ્યું હતું. ધંધુકાના મોદી ફળી સાંકળી શેરીમાં રહેતા હરેશ ઉર્ફે હરી પ્રેમજી મેટાળિયા (ઉ.વ.47) તથા ગેરેજ સંચાલક બાસીત એહમદ મારૂૂ (ઉ.વ.39)ની વિંછીયા પોલીસે ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી.
બન્ને શખસોના બે દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરતા વિંછીયા માંથી 20 દિવસ દરમિયાન બે બાઈક ઉપરાંત સૌરાષ્ટ્રભર માંથી અલગ-અલગ સ્થળોએથી 27 જેટલા બાઈક ચોર્યાની કબુલાત આપી હતી.
હરેશ બાઈક ચોરીને ગેરેજ ધારક બાસીતને ત્યાં બાઈક લઈ જવાતા હતા. જ્યાં એન્જિન અલગ કરીને વેચતા હતા પૂછપરછ માં વાહન ચોરીને ભાંગી નાખી પાર્ટ્સ વેચી દેવાનું રેકેટ ખુલ્યું છે.બન્ને શખસો અગાઉ પણ ચોરીમાં પકડાઈ ચૂક્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ હરેશ ઉર્ફે હરી સામે સુરેન્દ્રનગર, બોટાદ, ધોળા, ધંધુકામાં ચોરીના પ્રોહિબિશનના આઠ ગુના નોંધાઈ ચૂક્યા છે. ગેરેજ ધારક બાસીત સામે પણ સુરેન્દ્રનગર કડીમાં ચોરીના ગુના નોંધાયા છે.
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચના થી પીઆઈ જે.પી. રાવ તથા કે.બી. ગઢવીની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, મનોજભાઈ ડાભી, પ્રકાશ કુકડિયા, અમિત સુરૂૂ, બળવંત ડાભી, અરવિંદ સાપરા, વિક્રમસિંહ ગોહિલ, દિનેશ પલાળિયા, લાલજી ગઢાદરા, સુરેશ મીઠાપરા, જીજ્ઞેશ કુકળિયાએ કામગીરી કરી હતી.
