માળિયા મિયાણા ગામે બાઇક સ્લિપ થતા ચાલકનું મૃત્યુ

માળિયા મિયાણાનાં મોટાદહીંસરા ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે બાઇક ચલાવતી વખતે અકસ્માત નડતાં આધેડ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ…

માળિયા મિયાણાનાં મોટાદહીંસરા ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે બાઇક ચલાવતી વખતે અકસ્માત નડતાં આધેડ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, મોટાદહીંસરા ગામથી બુઢિયાળી જતા રસ્તે મેલડી માતાજીના મંદિર નજીક રોડ પર આ ઘટના બની હતી. મૃતક ભરતસીંહ દાદુભા જાડેજા (ઉંમર વર્ષ 51) ડ્રાઇવિંગ લાયસન્સ વગર પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (જીજે-36-ડી-3399) લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા વળાંક પર સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે બ્રેઇન હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ગોગો સ્ટિકનો જથ્થો ઝડપાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શારદા સોસાયટી નજીક આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને ગોગો સ્ટીકનો જથ્થો રાખવા બદલ એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગોડાઉનમાંથી વેચાણના ઇરાદે રાખવામાં આવેલો ગોગો સ્ટીકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી શારદા સોસાયટીના નાકે આવેલા કોહીનુર શોપીંગના એક ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન ગોડાઉનમાંથી વેચાણ કરવાના ઇરાદે રાખવામાં આવેલા અંદાજે રૂ. 4,000ની કિંમતના 10 નંગ ગોગો સ્ટીકના બોક્સ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે ગોડાઉન ધારક મોસીન ઉમેદભાઇ વલીયાણી (ઉંમર વર્ષ 36) વિરુદ્ધ સરકારના જાહેરનામાના ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ પાઠવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *