કચ્છ સરહદેથી પાક.માં ઘુસવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયો

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ બાલાસર પોલીસ મથક હેઠળના બેલા મૌઆણા ખડીર કુડા લોદરાણી સહિત ના રણ વિસ્તારમાં થી અવારનવાર શંકાસ્પદ હાલતમાં…

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ બાલાસર પોલીસ મથક હેઠળના બેલા મૌઆણા ખડીર કુડા લોદરાણી સહિત ના રણ વિસ્તારમાં થી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયા ના બનાવો બન્યા છે ત્યારે વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જીરો લાઇન પર આવેલા પીલર નંબર 992 પાસે થી આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલી બીએસએફ ની ઝઝામ બીઓપી પાસે થી સરહદ પાર કરવા ની પેરવી કરી રહેલા બિહારના સમીર સમશેર અંસારી મહમદ મુસ્લિમ શખ્સ રે.દામોદરપુર મુજફ્ફરનગર બિહાર ને બીએસએફ ના જવાનો દ્વારા ઝડપી લીધો હતો. આ શખ્સ તા.17/4/2025 ના રોજ પંખેરાપીર લોદરાણી ખાતે આવ્યો હતો જ્યાંથી 35 કીલો મીટર દુર રણ વાટે જીરો પોઇન્ટ ખાતે પહોંચી ગયો હતો અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ વાળ દ્વારા સરહદ પાર કરવા ની પેરવી દરમિયાન બીએસએફ ના હાથે ઝડપાઇ ગયો હતો આ અંગે બીએસએફ દ્વારા બાલાસર પોલીસ ને સોંપવામાં આવ્યો હતો અને આ શંકાસ્પદ શખસ ની તપાસ દરમ્યાન આધાર કાર્ડ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી વધુ પુછપરછ બાલાસર ના ઈન્ચાર્જ પી.આઈ એમ એન દવે તથા એસઓજી તથા સુરક્ષા એજન્સીઓ અને આઇબી દ્વારા કરવામાં આવી હતી વધુ તપાસ બાલાસર પીઆઈ એમ.એન.દવે ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *