પાણીપુરીને ચટપટી કરવા મોટી ઘાલમેલ, 50 પાણીના નમૂના લેવાયા

ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ, રામનાથપરામાંથી નોનવેજના જથ્થાનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરની ટાઇફોડઇ કેસની ઘટના બાદ પાણીપુરીના ધંધાર્થીઓ વિરૂધ્ધ કડક ઝૂંબેશ…

ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ, રામનાથપરામાંથી નોનવેજના જથ્થાનો નાશ

મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરની ટાઇફોડઇ કેસની ઘટના બાદ પાણીપુરીના ધંધાર્થીઓ વિરૂધ્ધ કડક ઝૂંબેશ હાથ ધરી છે. બે દિવસ પહેલા અનેક ધંધાર્થીઓને ઝપટે લીધા બાદ પાણીપુરીના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી અલગ અલગ ફેલવરના 50 પાણીના સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરતા રામનાથપરામાં એસએ નોનવેજમાંથી પ કિલો વાસી પદાર્થનો નાશ કરી આઠ ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જુમ્મા મસ્જિદ મેઇન રોડ, રામનાથપરા, રાજકોટ મુકામે આવેલ જ.અ. નોનવેજ પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહકરેલ વાસી પ્રિપેર્ડ- ફૂડનો 05 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિકકન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનુ ંવેચાણ કરતાં કુલ 18ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

(01)મોમાઈ સુપર માર્કેટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)વિશ્વાસુ પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)મોમાઈ અમૂલ પાર્લર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)પરી મેડીકલ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)સ્વસ્તિક પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્રીરામ ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)પિતૃકૃપા ચીકી – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (09)જય ચામુંડા ફરસાણ (10)અઇ બેકરી (11)ઇછઅઉં બાઇટ (12)જય અંબે ફરસાણ (13)શ્રી રાધે જનરલ સ્ટોર (14)આશાપુરા જનરલ સ્ટોર (15)શયોના પ્રોવિઝન સ્ટોર (16)જલિયાણફરસાણ (17)ડોલી અમૂલ પાર્લર (18)ખોડિયાર જનરલ સ્ટોરની ચકાસણી કરવામાં આવેલ.

ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પાણીપૂરીનું વેચાણ કરતાં ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં નીચે દર્શાવેલ મુજબની વિગતે ફુડસેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006હેઠળકુલ 50 નમૂના લેવામાં આવેલ હતા.

તીખું પાણી (લુઝ): સ્થળ- રાજેન્દ્રભાઈ જેશવા,પંચનાથ મંદિર સામે, પંચનાથ મેઇન રોડ, રાજકોટ તીખું પાણી (લુઝ): સ્થળ- શ્રી ચાઇનીઝ પંજાબી, યાજ્ઞિક રોડ, સ્વામીવિવેકાનંદ સ્ટેચ્યું પાસે, રાજકોટ મીઠું પાણી (લુઝ) : સ્થળ- શ્રી ચાઇનીઝ પંજાબી, યાજ્ઞિક રોડ, સ્વામીવિવેકાનંદ સ્ટેચ્યું પાસે, રાજકોટ તીખું પાણી (લુઝ) : સ્થળ- મમતા પાણીપુરી, યાજ્ઞિક રોડ, રાજકોટ મીઠું પાણી (લુઝ): સ્થળ- મમતા પાણીપુરી, યાજ્ઞિક રોડ, રાજકોટ મીઠું પાણી (લુઝ): સ્થળ- સંતોષ ભેળ, સર્વેશ્વર ચોક, રાજકોટ તીખું પાણી (લુઝ): સ્થળ- સંતોષ ભેળ, સર્વેશ્વર ચોક, રાજકોટ જીરા પાણી (લુઝ): સ્થળ- ક્રિષ્ના મારવાડી પાણીપુરી, સર્વેશ્વર ચોક, રાજકોટ લસણ પાણી (લુઝ): સ્થળ- ક્રિષ્ના મારવાડી પાણીપુરી, સર્વેશ્વર ચોક, રાજકોટ હાજમા હજમ પાણી (લુઝ): સ્થળ- ક્રિષ્ના મારવાડી પાણીપુરી, સર્વેશ્વર ચોક, રાજકોટ લીબું પાણી (લુઝ): સ્થળ- ક્રિષ્ના મારવાડી પાણીપુરી, સર્વેશ્વર ચોક, રાજકોટ ખજૂર પાણી (લુઝ): સ્થળ- ક્રિષ્ના મારવાડી પાણીપુરી, સર્વેશ્વર ચોક, રાજકોટ રેગ્યુલર પાણી (લુઝ): સ્થળ- ક્રિષ્ના મારવાડી પાણીપુરી, સર્વેશ્વર ચોક, રાજકોટ રેગ્યુલર પાણી (લુઝ): સ્થળ- બોમ્બે સ્ટાઈલ ભેળવાળા, સર્વેશ્વર ચોક,રાજકોટ સહિતના સ્થળોએથી નમૂના લઇ લેબમાં મોકલીયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *