રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યા
જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPFને આજે મોટી સફળતા મળી છે. પોલીસે માહિતી આપી હતી કે 24 ઓક્ટોબરે પુલવામાના ત્રાલમાં એક બિન-સ્થાનિક કાર્યકર પર થયેલા હુમલા સાથે જોડાયેલા લશ્કર-એ-તૈયબા (LET)ના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તેના પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ ધરપકડ જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેનાની 42 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) 180 બટાલિયન દ્વારા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ચોપનના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિત અનેક ગુનાહિત સામગ્રીઓ મળી આવી છે. રિકવરીમાં એક પિસ્તોલ, બે મેગેઝીન અને 18 જીવતા કારતુસનો સમાવેશ થાય છે.
આ ધરપકડ અંગે પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ ત્રાલના રહેવાસી અબ્દુર રહેમાન ચોપન લુરગામના પુત્ર ઈરશાદ અહમદ ચોપન તરીકે થઈ છે. પોલીસે આ આતંકવાદીની એક પિસ્તોલ, બે મેગેઝીન અને 18 કારતુસ સાથે ધરપકડ કરી હતી. ઈસાક ખિલાફ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ચોપન દક્ષિણ કાશ્મીર ક્ષેત્રમાં આતંકવાદી કાર્યવાહીમાં સક્રિય રીતે સામેલ હતો.
પોલીસે કહ્યું કે આ ધરપકડ આતંકવાદ વિરોધી પ્રયાસોમાં મહત્વની સફળતા છે. આનાથી ચોપનના નેટવર્ક અને અન્ય ઘટનાઓમાં સંડોવણી શોધવામાં મદદ મળશે.
Sports
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂૂઆત થઈ રહી છે. ત્યારે તે પહેલા આ સિરીઝ માટે ચેતેશ્વર પુજારાને નવી જવાબદારી મળી ગઈ છે. ચેતેશ્વર પુજારા કોમેન્ટ્રી કરતો જોવા મળશે. પૂજારાને ટીમ ઈન્ડિયાને સ્કવોર્ડમાં સ્થાન મળ્યું નથી. ત્યારે આ વખતે તે હિંદી કોમેન્ટ્રીથી પોતાનો જલવો બતાવશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝના ઓફિશિયલ બ્રોડકાસ્ટર ચેનલ 7 દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેના ભારતીય અધિકાર ધારકો સ્ટાર સ્પોર્ટ્સ સાથે પાર્ટનરશીપમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયનોને હિન્દી કોમેન્ટ્રી ફીડ આપશે. આ હિંદી ફીડ ચેનલ 7ના અનેક પ્લેટફોર્મમાંથી એક 7પ્લસ પર મળશે.બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્વર પુજારાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પુજારાએ 2018/19 સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારે તેને ચાર મેચની સિરીઝમાં 521 રન બનાવ્યા હતા. જ્યારે 2020-21ની સિરીઝમાં પણ પુજારાએ 271 રન બનાવ્યા હતા.
રાષ્ટ્રીય
કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ વધી
ઓકટોબરમાં જેમ્સ અને જવેલરીની નિકાસમાં 9%નો વધારો
ભારતીય જેમ્સ અને જ્વેલરીની માંગ દેશમાં તેમજ વિદેશમાં પણ વધી રહી છે. ખાસ કરીને વિદેશી દેશોમાં ભારતીય જેમ્સ અને જ્વેલરીને ખૂબ પસંદ કરવામાં આવે છે. વિદેશમાં આ જેમ્સ એન્ડ જ્વેલરીને પસંદ કરવામાં આવી રહી છે તેના આધારે ઓક્ટોબર મહિનામાં તેની નિકાસમાં 9 ટકાનો વધારો થયો છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ૠઉંઊઙઈ) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અને રિપોર્ટ અનુસાર, ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ઓક્ટોબરમાં 9.18 ટકા વધીને 2,998.04 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ રૂૂ. 25194 કરોડ સુધી પહોંચી છે. ૠઉંઊઙઈ કાઉન્સિલે જણાવ્યું હતું કે કટ અને પોલિશ્ડ હીરાની માંગમાં સુધારાને કારણે ગયા મહિને નિકાસમાં વધારો થયો છે. આ વર્ષે ઓક્ટોબરમાં ઈઙઉ (કટ અને પોલિશ્ડ ડાયમંડ)ની નિકાસ 11.32 ટકા વધીને ઞજ 1,403.59 મિલિયન (રૂૂ. 11,795.83 કરોડ) થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ ઓક્ટોબરમાં આ નિકાસ ઞજ 1,260.91 મિલિયન (રૂૂ. 10,495.06 કરોડ) હતી.
ૠઉંઊઙઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળામાં કુલ નિકાસ યુએસ 2,746.09 મિલિયન (રૂૂ. 22,857.16 કરોડ) હતી. ૠઉંઊઙઈના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, અમારા ઉદ્યોગ માટે આ એક આવકારદાયક રાહત છે, કારણ કે અમે ઓક્ટોબરમાં 9.18 ટકાની નિકાસ વૃદ્ધિનો અનુભવ કર્યો છે. ઓક્ટોબર 2023ની સરખામણીમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 11.32 ટકાનો વધારો થયો છે.
અમે આશાવાદી છીએ કે આ વલણ ચાલુ રહેશે, ખાસ કરીને પશ્ચિમમાં તહેવારોની મોસમ નજીક આવી રહી છે, જે જેમ્સ અને જ્વેલરીની માંગમાં વધુ વધારો કરશે. વધુમાં, કાઉન્સિલ વર્તમાન બજારોમાં માંગને મજબૂત બનાવવા સાથે નવા બજારોમાં વિસ્તરણ કરવા માટે નક્કર પ્રયાસો કરી રહી છે.
તેમણે આશા વ્યક્ત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ જેમ્સ અને જ્વેલરીની વૈશ્વિક માંગમાં વધારો થશે.
ડેટા અનુસાર, સોનાની જ્વેલરીની નિકાસ પણ ઓક્ટોબર 2024માં 8.8 ટકા વધીને ઞજઉ 1,124.52 મિલિયન (રૂૂ. 9,449.37 કરોડ) થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં ઞજઉ 1,033.61 મિલિયન (રૂૂ. 8,603.33 કરોડ) હતી. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (ઈંઇઉંઅ) અનુસાર, 6 નવેમ્બરના રોજ 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 78,866 રૂૂપિયા હતી, જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી, જે 14 નવેમ્બર સુધીમાં ઘટીને 73,739 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી.
રાષ્ટ્રીય
‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયા
તેઓ મરજી પડે ત્યાં જઈ શકે છે : અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કૈલાશ ગેહલોત આજે પાર્ટી અને દિલ્હી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. સોમવારે સવારે ભાજપ કાર્યાલય પહોંચીને તેમણે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની અધ્યક્ષતામાં ભાજપની સદસ્યતા મેળવી હતી.
આ પહેલા કૈલાશ ગેહલોતે રવિવારે પાર્ટી છોડી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે લોકો પ્રત્યેની પાર્ટીની પ્રતિબદ્ધતાએ તેની રાજકીય મહત્વાકાંક્ષાઓને પાછળ રાખી દીધી છે. આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલા પોતાના રાજીનામાના પત્રમાં ગેહલોતે કહ્યું હતું કે લોકોના અધિકાર માટે લડવાને બદલે અમે ફક્ત અમારા રાજકીય એજન્ડા માટે લડી રહ્યા છીએ.કેજરીવાલ પર કટાક્ષ કરતા, ગેહલોતે, જેઓ આપનો એક મહત્વપૂર્ણ ચહેરો છે, તેણે શીશમહલ જેવા કેટલાક શરમજનક વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આનાથી દરેકને શંકા થાય છે કે શું આપણે હજી પણ પોતાને સામાન્ય માણસ માનીએ છીએ.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું? જ્યારે અરવિંદ કેજરીવાલને કૈલાશ ગેહલોત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેઓ આઝાદ છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો.
-
રાષ્ટ્રીય2 days ago
‘અનુપમા’ના સેટ પર મોટી દુર્ઘટના, આસિસ્ટન્ટ લાઇટ મેનનું ઈલેક્ટ્રીક શોક લાગવાથી થયું મોત
-
રાષ્ટ્રીય2 days ago
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પહેલાં જ ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને ફટકારી નોટિસ
-
આંતરરાષ્ટ્રીય4 hours ago
શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?
-
રાષ્ટ્રીય7 hours ago
રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં મોતનું દ્રશ્ય,ગુસ્સે ભરાયેલા યુવકે કાર ચલાવી 10 સગાઓને કચડી નાખ્યા,7 ગંભીર
-
ક્રાઇમ7 hours ago
વડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા
-
આંતરરાષ્ટ્રીય3 hours ago
ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ
-
આંતરરાષ્ટ્રીય8 hours ago
નાઈજીરિયા બાદ G20 સમિટ માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝિલ,જુઓ કેવી રીતે થયું સ્વાગત
-
ગુજરાત6 hours ago
ખંભાળિયા પંથકના સી ફૂડના વેપારીની જામનગરના બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ