ભાવનગર ની તળાજા પોલીસ દુષ્કર્મ ના આરોપી અને સગીરા ને મેડિકલ ચેકઅપ કરાવવા માટે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતેલાવી હતી.આરોપી યુવક ને બાથરૂૂમમાં મોકલવામા આવ્યો ત્યારે યુવક મોત ની છલાંગ મારવા દોડી અગાસી પર ચડીગયો હતો. જેને લઈ અન્યપોલિસ સ્ટાફ ને તાબડતોબ બોલાવવામા આવ્યો હતો. થોડીજ વારમા પોલીસ કાફલો હાંફળો ફાફળો દોડી આવ્યો હતો.ઠંડીમા પોલીસ ને પરસેવો વળી ગયો હતો.
તળાજા રેફરલ હોસ્પિટલ સૂત્રો અને પોલીસ બેડા સહિત હોસ્પિટલની આસપાસ ના રાહદારીઓ મા ચકચાર જગાવતા બનાવ ની મળતી વિગતો મુજબ સરતાનપર બંદર ના ચંદુ બારૈયા નામના દુષ્કર્મ ના આરોપીને પકડી ને પોલીસે હાથધરવી પડતી મેડિકલ કાર્યવાહી ના ભાગ રૂૂપે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવેલ.યુવાનને બાથરૂૂમ મા મોકલતા અહીં ઉપર ના માળે જવા માટે દાદારો હોય યુવાન દોડી ને દાદરો ચડી ને અગાસી માંથી ઠેકડો નીચે મારવા દોડ્યો હતો.આથી અન્ય પોલીસ કર્મીઓને પણ અહીં બોલાવવા પડ્યા હતા.હોસ્પિટલ ખાતે પોલીસનો કાફલો દોડી આવ્યો છે,શુ બનાવ બન્યો છે તેવા ફોન રણકતા થયા હતા.સૂત્રોએ જણાવ્યું હતુ કે યુવક અજુગતું પગલું ન ભરે તે માટે હોસ્પિટલ સ્ટાફે યુવકને પોલીસ જતી રહી છે તેમ કહી વિશ્વાસ મા લેવો પડ્યો હતો. બાદ યુવક નીચે ઉતરતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસે હાંશકારો અનુભવ્યો હતો. આ બનાવે ભારે કુતુહલ સર્જ્યું હતું. યુવક માત્ર 14 વર્ષ ની સગીરાના પ્રેમમા હતો.