ભાવનગર: ગ્રાહકને રૂા. 78.52 લાખ ચૂકવવા વીમા કંપનીને હુકમ કરાયો

વિશ્વાસ એગ્રી ફૂડૂસમાં ગત તા. 17-5-2021ના રોજ તાઉતે વાવાઝોડાના કારણે પ્લાન્ટ, મશીનરી, સ્ટોરજેવાળી જગ્યા અને સ્ટોકને નુકસાન થયું હતું. જેથી એસ.બી.આઈ. જનરલ ઈન્સ્યોરન્સ કું. લિ.ને…

વિશ્વાસ એગ્રી ફૂડૂસમાં ગત તા. 17-5-2021ના રોજ તાઉતે વાવાઝોડાના કારણે પ્લાન્ટ, મશીનરી, સ્ટોરજેવાળી જગ્યા અને સ્ટોકને નુકસાન થયું હતું. જેથી એસ.બી.આઈ. જનરલ ઈન્સ્યોરન્સ કું. લિ.ને જાણ કરવામાં આવતા પ્લાન્ટ અને મશીનરીવાળી તેમજ સ્ટોકની પોલીસી અન્વયે સર્વે કરી મટીરિયલ-સ્ટોકની પોલીસના એસેસમેન્ટમાં કોલ્ડ રૂૂમમાં સ્થિત સ્ટોકના રૂૂા. 44લાખની રકમ મળવાપાત્ર નહીં હોવાનું અને તે નુકશાન રૂૂમની બારી તૂટી જતાં વરસાદના પાણીના કારણેથયાની જણાવી માત્ર રૂૂા.38,04,380ની રકમ સ્વીકારવા દબાણ કરાતા વિશ્વાસ એગ્રો ફૂડ્સના ભાગીદાર નિકુંજભાઈ ભુકણે તેમના વકીલ દક્ષેશભાઈ વી. ત્રિવેદી મારફત ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વીમા કંપની સામે સેવામાં ખામી રાખી ક્લેઈમની રકમ ન ચૂકવવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી.

જેમાં એડવોકેટ ડી.વી. ત્રિવેદીની દલીલો વગેરેને ગ્રાહ્ય રાખી ઈન્ચાર્જ પ્રેસિડેન્ટ કે.એમ. દવે, સભ્ય ડો.પી.એ. ત્રિવેદીની કોરમે વીમા કંપનીએ ગ્રાહકનેરૂૂા. 78,52,263ની રકમ ફરિયાદ દાખલ તા.28-1-2022થી વસૂલ આપતા સુધી આઠ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા અને શારીરિક-માનસિક ત્રાસ તેમજ અરજીના ખર્ચના વળતર પેટે રૂૂા.5,000 ચૂકવવા હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *