ભાવનગર ડિસ્ટ્રીકટ બેંકના કેશિયરનું કરોડોનું કૌભાંડ

  અનેક ખેડૂતોના ખાતામાંથી બારોબાર નાણા ઉપાડી લીધા, ભારે દેકારો બોટાદના ગઢડા તાલુકાના જલાલપુર ખાતે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખેડૂતોના ખાતામાંથી લાખો રૂૂપિયાની ઉચાપતનો…

 

અનેક ખેડૂતોના ખાતામાંથી બારોબાર નાણા ઉપાડી લીધા, ભારે દેકારો

બોટાદના ગઢડા તાલુકાના જલાલપુર ખાતે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખેડૂતોના ખાતામાંથી લાખો રૂૂપિયાની ઉચાપતનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. બેંકના કેશિયર પર ખેડૂત ખાતેદારોના વિશ્વાસનો ભંગ કરી તેમના ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લેવાનો આરોપ લાગતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના સંદર્ભે અસરગ્રસ્ત ખેડૂતોએ ઢસા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. બેંકના કેશિયર આનંદે અંદાજે 50થી 60 ખેડૂતોના ખાતામાંથી 5 કરોડથી વધુની રકમ બારોબાર ઉપાડી લીધી હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે બેંક મેનેજરે તપાસ ચાલુ હોવાનું ગાણું ગાયું હતું.
ગ્રાહકોના જણાવ્યા મુજબ, કેશિયર આનંદ છેલ્લા 4 મહિનાથી ખેડૂતોની પાસબુકમાં એન્ટ્રી પાડવાનું ટાળતો હતો. 12 તારીખ પછી તે અચાનક બેંકમાં આવતો બંધ થઈ ગયો હતો.

જ્યારે ખેડૂતોએ બેંકમાં જઈ તપાસ કરી ત્યારે લાખો રૂૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે કોઈ ચેક વટાવ્યો નથી કે ઉપાડના સ્લિપ પર સહી કરી નથી, છતાં બારોબાર નાણાં ઉપાડી લેવાયા છે.ખેડૂતોના આક્ષેપ મુજબ, બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા આનંદ નામના કર્મચારીએ અનેક ખાતેદારોના ખાતામાંથી 5, 10 અને 15 લાખ કે તેથી વધુ રકમની ઉચાપત કરી છે. ખેતી અને મજૂરી કરીને એકઠા કરેલા નાણાં અચાનક ગાયબ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક ખાતેદારોએ જણાવ્યું હતું કે, ઘરમાં સંતાનોના લગ્ન નક્કી થયા હોવાથી નાણાંની તાતી જરૂૂરિયાત છે, તેવા સમયે જ આ ઉચાપત બહાર આવતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે.

જલાલપુર શાખાના ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારા કર્મચારી પર સાયબર ક્રાઈમની ફરિયાદ થઈ છે. ઉપરથી અરજી આવી અને તેના આધારે વધારે તપાસ બેંકે કરી હતી. એ તપાસ ચાલુ છે. 10થી 15 સભાસદોના ખાતામાંથી પૈસા ગયા એની અમને જાણ થઈ છે. અમારી હેડ ઓફિસની ટીમ આવી અને તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયે કેટલો આંકડો છે એની જાણ કરાશે. પૂર્ણ થયા બાદ જ ઉચાપતની કુલ રકમનો આંકડો સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *