ભાવનગર શહેર ભાજપના નવા સંગઠન અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નવા સંગઠન માટે અગાઉ ટીમોની રચના કરવામાં આવી હતી. પરંતુ ભાવનગર શહેર માટે કોઈ નિર્ણય ન લેવાતા કાર્યકરો અને પક્ષના સહયોગીઓમાં ઉત્સુકતા જોવા મળી હતી. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે મોડી સાંજે નવા હોદ્દેદારોની નિમણૂક યાદી જાહેર કરી છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીની નિમણૂક કરાઈ છે.
નવી યાદી અનુસાર, ભાવનગર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારોમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, યુવા મોરચા અને મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રી, કિશાન મોરચા, બક્ષીપંચ (ઓબીસી) મોરચા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચા, લઘુમતી મોરચા સહિતના પ્રમુખ-મહામંત્રીઓનો સમાવેશ થાય છે.ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નકરજીના માર્ગદર્શન અને આદેશ અનુસાર, ટીમ જે રીતે આજે જાહેર કરવામાં આવી છે. એમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 1 કોસાઅધ્યક્ષ, કાર્યાલય મંત્રી, તેમજ સાતે સાત મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, આઇટીના ક્ધવીનર, સોશિયલ મીડિયા ક્ધવીનર, મીડિયા ક્ધવીનર, અલગ અલગ તમામ ટીમની ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ટીમની અંદર તમામ જ્ઞાતિઓનો સમાવેશ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. તેરે તેર વોર્ડમાંથી તમામ કાર્યકર્તાઓનો સમાવેશ કર્યો છે.
સાથે જ, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, આઇટી વિભાગ, મીડિયા વિભાગ અને સોસિયલ મીડિયા વિભાગના હોદ્દેદારોની પણ મોડી સાંજે યાદી જાહેર કરવામાં આવી છે. સાથે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના સંગઠનમાં નવનિયુક્ત થયેલા તમામ હોદ્દેદારોને અભિનંદન અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી છે.
બક્ષીપંચ મોરચાનું પ્રમુખ પદ મળ્યું ને થોડીવારમાં હાર્ટએટેકથી મોત
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહે નવા હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી. જેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે કુંભારવાડા ના ભાવેશ અશોકભાઈ રબારીની નિમણૂક થઇ છે. ભાવેશભાઈ રબારી તેના કામથી બહાર ગયા હતા ત્યાં પડી ગયા હતાં. તે સમયે છાતીમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હાર્ટએટેકથી દુ:ખદ મોત થયું છે. આ ઘટનાથી તેમના પરિવારજનો અને સમગ્ર ભાજપ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
