જૂનાગઢમાં ‘ભલાઇ’ ટ્રસ્ટની લોકો સાથે ‘ઠગાઇ’: ચારની ધરપકડ

જૂનાગઢના કેશોદમાં વ્હાલી દીકરીના વધામણાના નામે છેતરપિંડી કરાઈ હોવાની સુરતની ગૠઘ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે કેશોદ પોલીસે સુરત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચાર સભ્યો વિરુદ્ધ…


જૂનાગઢના કેશોદમાં વ્હાલી દીકરીના વધામણાના નામે છેતરપિંડી કરાઈ હોવાની સુરતની ગૠઘ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે કેશોદ પોલીસે સુરત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચાર સભ્યો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. કેશોદમાં જલારામ મંદિર ગેટ પર પવ્હાલી દીકરીના વધામણાથ નામની સ્કીમનું એક બોર્ડ મારવામાં આવ્યું હતું. જેમાં 1 થી 25 વર્ષની તમામ વ્હાલી દીકરીઓને 399 રૂૂપિયામાં સોનાના દાણો ફી આપવાની જાહેરાત કરાઈ હતી. જેથી કેટલાય લોકોએ આ લોભામણી જાહેરાતો વાંચી જલારામ મંદિર નજીક સોનાનો દાણો ફીમાં લેવા માટે રૂૂપિયા 399 ભર્યા હતા. જે બાદ એક ગ્રાહક આ સોનાનો દાણો લઈને તેની કિંમત કેટલી થાય તે જાણવા સોનીની દુકાને ગયો હતો. જ્યાં આ સોનાના દાણાની કિંમત પૂછતા સોનીએ આ દાણો ખોટા હોવાનું જણાવ્યું હતું.


જે ભાઈ સોનીએ ભલાઈ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતા દાણા મામલે સ્થળ પર જઈ ખરાઈ કરતા લોકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. આ દાણામાં માત્ર 7 કેરેટ જ સોનાનો ઉપયોગ થયો હતો. જે દાણાની બજાર કિંમત લોકોએ 399 ભર્યા તેની સામે માત્ર 25 ટકા જેટલી જ કિંમત થતી હતી. જેને લઈ સોની વેપારીએ ફરિયાદ નોંધાવતા ભલાઈ ટ્રસ્ટના સંદીપ માણીયા, કુશાલ માણીયા, દેવરાજ માણીયા અને વિજય કુકડીયા નામના ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.


ફરિયાદી જીતેશભાઈ પૈડાએ જણાવ્યું હતું કે, મારી દુકાને સવારે એક ગ્રાહક સોનાના દાણો લઈને આવ્યો હતો. તેને સોનાના દાણા અને એક બુટ્ટીની કિંમત કેટલી થાય તેવું મને પૂછ્યું હતું. પરંતુ આ વસ્તુઓની 50% કરતાં પણ ઓછી કિંમત હતી અને મને કહ્યું હતું કે, આ વસ્તુ જલારામ મંદિર નજીક એક ટ્રસ્ટ દ્વારા લોકોને લોભામણી જાહેરાત થકી આપવામાં આવે છે. મેં આ ગ્રાહકને કહ્યું હતું કે, તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે તમે જે સોનાની વસ્તુ સમજી વસ્તુઓ ખરીદી છે તેની 25% કિંમત પણ તમને મળે નહીં. ત્યારબાદ હું જલારામ મંદિર નજીક સ્થળ પર પહોંચી તપાસ કરી ત્યારે સુરતનું કોઈ ટ્રસ્ટ દીકરીના વધામણા નામે લોકોને છેતરી રહ્યું હોવાનું માલુમ પડ્યું હતું.

આ બાબતે હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીઓને પકડી તપાસ કરવામાં આવી છે. કેશોદ ડીવાયએસપી બી.સી ઠક્કરે જણાવ્યું હતું કે, આજે કેશોદ પોલીસ સ્ટેશનમાં લોભામણી જાહેરાત આપી છેતરપિંડી કર્યા મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *