1358 મિલકત ધારકોની કલેકટર કચેરીમાં ભારે હૃદયે રજૂઆત, સમય આપવાની માંગ ફગાવતા કલેક્ટરે કહ્યું ડિમોલિશન તો થશે જ, પૂરતો સમય આપ્યો છે
રાજકોટના જંગલેશ્વરમાં સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકત ધારકોને ડિમોલીશનની આખરી નોટિસ ટોક ઓફ ધ ટાઉન બની છે. સ્થાઅહીં રહેતા લોકો બેઘર થવાના હોવાથી દબાણ દૂર કરવા સમય આપવાની સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂૂપે આવાસ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. કલેકટર રજૂઆત કરવામાં માટે પહોંચ્યા હતા.
ડિમોલેશ માટે થોડો સમય આપવા માટે માંગ કરી હતી. જોકે કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગણીને ફગાવી દીધી છે કારણકે દબાણકર્તાઓને સાંભળવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જેથી હવે ડિમોલિશન થશે તે નક્કી છે. આ સાથે જ હવે રાજકોટ જિલ્લામાં સરકારી કે ગૌચરની જમીન પરના દબાણની રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં નોંધ રહેશે અને તે મૂજબ સરકારી જગ્યાઓ ખાલી કરાવવામાં આવશે.
કલેકટરને રજૂઆત સમય લોકોને આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા અને રોતા રોતા કહ્યું હતું કે અમને થોડો સમય આપવામાં આવે અત્યારે આજુબાજુના વિસ્તારમાં જે લોકો પહેલા ત્રણથી ચાર હજાર રૂૂપિયા ભાડું લેતા હતા તે અને હવે ભાડા પણ 10 થી 15000 રૂૂપિયા કરી નાખ્યા છે અથવા તો અમને કોઈ વિકલ્પ એક ક્વાર્ટર આપે ભાવે તેવી માંગ છે તે કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી
