શહેરના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની ઐતિહાસિક નગરયાત્રા નીકળવાની છે. જોકે પુરવજો કહેતા હતા માતાજીની નગરયાત્રા નીકળતી હતી. પરંતુ છેલ્લા 614થી નગરયાત્રા નીકળી નથી. ત્યારે શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ દ્વારા 26 ફેબ્રુઆરી 2025ના નગરદેવી ભદ્રકાળી માતાજીની ઐતિહાસિક નગરયાત્રાનું આયોજન કર્યું છે. જેમાં લાખો લોકો જોડાવાનો અંદાજ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જેને જણાવ્યું છે કે અમદાવાદ શહેર પર શ્રી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ રહ્યા છે. લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. 614 વર્ષ બાદ પ્રથમ વખત ઐતિહાસિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
26 ફેબ્રુઆરી 2025ના સવારે 8 કલાકે શ્રી ભદ્રકાળી માતાજી મંદિરથી ભવ્યતા ભવ્ય નગરયાત્રા નીકળવાની છે.
નગરયાત્રામાં મંદિરથી ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથની સમાધિ, દાણાપીઠ, ખમાસા, જમાલપુર પગથિયા, જગન્નાથ મંદિર થઈને નિજ મંદિર પહોંચશે. નગરયાત્રાના રૂૂટમાં અલગ અલગ જગ્યા પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. રૂૂટ પર ફરીને મંદિર પરત ફર્યા બાદ હવન કરવામાં આવશે. આ નગરયાત્રામાં લાખો લોકો જોડાવાની શક્યતા છે.
શ્રી ભદ્રકાળી માતાજીના ટ્રસ્ટી મંડળના સભ્ય શશિકાંત તિવારીએ જણાવ્યું છે નગરદેવીની યાત્રા નીકળવી જોઈએ. માતાજીની મૂર્તિ અચળ છે. એટલે માતાજીની પાદુકા લઈને નગરયાત્રાએ નીકળીશું. આ કર્ણાવતી નગર છે અને કર્ણાવતી નગર તરીકે ઓળખાય તેવી વિનંતી કરી છે. નગરયાત્રા નિજ મંદિરથી નીકળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જગન્નાથ મંદિર, હવેલી અને સાબરમતી નદી કિનારે પણ આરતી થશે. લક્ષ્મીમાતાની મંદિરે પણ આરતી ઉતારશે. નગરયાત્રાનું આમંત્રણ વડાપ્રધાનથી લઈને બધાને આપવામાં આવ્યું છે.
