રાજકોટમાં એડિશનલ કલેક્ટરનો ચાર્જ સંભાળતા બારોટ; બે પ્રાંતની જગ્યા ખાલી, એક રજા પર

રાજકોટ કલેક્ટર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એડિશનલ કલેક્ટરની મહત્વની જગ્યા પર આખરે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ પદ પર હવે…

રાજકોટ કલેક્ટર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એડિશનલ કલેક્ટરની મહત્વની જગ્યા પર આખરે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ પદ પર હવે જે.એચ. બારોટની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ પ્રાંત અધિકારી તરીકે સેવા આપી ચૂકેલા જે.એચ. બારોટે આજે સવારે 11:00 વાગ્યે વિધિવત રીતે રાજકોટના એડિશનલ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.

નોંધનીય છે કે, રાજકોટમાં એડિશનલ કલેક્ટરનું પદ લાંબા સમયથી ખાલી હતું .અને વહીવટી કામકાજ ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલી રહ્યું હતું. હવે કાયમી નિમણૂક થતા વહીવટી તંત્રમાં ગતિશીલતા આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

એક તરફ એડિશનલ કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ રાજકોટ જિલ્લાની અન્ય મહત્વની વહીવટી જગ્યાઓ ખાલી હોવાનું ચિત્ર સામે આવ્યું છે, જે વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે. મળતી માહિતી મુજબ રાજકોટ પ્રાંત એક મહેક જૈનની બદલી થયા બાદ તેમની જગ્યાએ હજુ સુધી કોઈ નવી નિમણૂક કરવામાં આવી નથી.રાજકોટ ગ્રામ્ય પ્રાંત વિમલ ચક્રવતી અધિકારીની બદલી બાદ નવી નિમણૂકનો અભાવ જોવા મળી રહ્યો છે.ગોંડલ પ્રાંત જગ્યાએ પણ હાલ ખાલી હોવાનું સામે આવ્યું છે.સીટી પ્રાંત02 ચાંદની પરમાર છ મહિનાની રજા પર ઉતરી ગયા છે.

રાજકોટમાં વહીવટી તંત્રની મુખ્ય જગ્યાઓ ખાલી હોવાને કારણે નાગરિકોના કામકાજ અને સરકારી પ્રોજેક્ટ્સની કામગીરી પર નકારાત્મક અસર પડી શકે છે. આગામી દિવસોમાં સરકાર આ ખાલી જગ્યાઓ પર ક્યારે અને કોની નિમણૂક કરે છે, તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *