સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ શહેર બાર એસોસીયેસનની ચુંટણી 2025 માટે તા.20/12/2024 મતદાન યોજવાનું છે. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ત્રણ પેનલ વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે. ત્યારે પરેશ મારૂૂની સમરસ પેનલનું કાર્યાલય પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ ભાંભણીયાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ કાર્યાલય ઉદ્દઘાટનમાં આશરે 300 થી વધુ સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દીલીપભાઈ પટેલ, એ.જી.પી. દીલીપભાઈ મહેતા, પરાગ શાહ, બીનલબેન રવેસીયા, અનિલ ગોગીયા, રેવન્યુ બાર એસો.ના પ્રમુખ 2મેશભાઈ કથીરીયા, ઉપપ્રમુખ વીજય તોગડીયા, સેક્રેટરી નિલેશ પટેલ, રમેશ ઘોડાસરા, ચંન્દ્રેશ પટેલ, લીગલ સેલના વિરેન્દ્ર વ્યાસ, ધર્મેશ સખીયા, મહિલા એસો. એડવોકેટ મહેશ્વરીબેન ચૌહાણ, ઉર્વશી કાકડીયા, ધારા મુળશા, ભાવનાબેન ડાભી, મીનાક્ષીબેન દવે, હિરલબેન જોષી, નયનાબેન ચૌહાણ, ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, મેઘરાજસિંહ ચુડાસમાં, નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, યોગેશ ઉદાણી, મનીષ ખખ્ખર,સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા રામજીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે વકિલ દેશના ઈતિહાસમાં ખુબ જ સ્થાન ધરાવે છે.
મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના વિકલોએ દેશનો ઈતિહાસ ફેરવેલ હતો અને દેશમાં વકિલો અગત્યનું સ્થાન ધરાવે છે. સરપંચથી સંસદ સુધી વકિલોનું આધિપત્ય રહયુ છે.
આ તકે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાએ જણાવ્યુ હતુ કે, વકીલો ગરીબ અને નાના લોકો માટે લક્ત આપે છે. તેમના પ્રશ્નને વાંચા આપે છે.
આ દેશનો ઈતિહાસ જોઈએ તો વકીલો કાયમી ધોરણે દેશની ચૂંટણીમાં સૌપ્રથમ કામગીરી કરેલી છે અને વકીલોને સમરસ પેનલને જંગી મતથી જીતાડવા આહવાન કર્યું હતુ. બાર એસો. ચુંટણીના ઉમેદવાર ઉપપ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી કેતન દવે, જોઈન્ટ સેક્રેટરી ગીરીરાજસિંહ જાડેજા, ટ્રેઝર પંકજ દોંગા, લાઈબે રી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત રક્ષાબેન ઉપાઘ્યાય, કારોભારી સભ્યો સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, મનીષ સોનપાલ, 2વી વાઘેલા અને કિશન વાલવાને મોટી સંખ્યામાં હાજર વકિલોએ સમર્થન આપેલ હતુ.