વીજલાઈન વળતર મુદે જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો પોણા બે માસથી લડત ચલાવી રહ્યા છે છતાં નીમ્ભર સરકાર ખેડૂતોની માંગણી મુદે મચક આપતી નથી અને ખેડૂતોએ હવે પ્રવેશબંધીના બેનરો લગાવવાનું શરુ કર્યું છે જેતપર, જીકીયાળી અને વાઘપર અને વિશાલનગર ગામમાં ભાજપના ઉમેદવારે મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
વીજપોલ ના વળતર મુદ્દે ખેડુતો નો વિરોધ વંટોળ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ખેડુતો એ હવે આગામી 2027 ની ચુંટણી માં ભાજપ ઍ ગામમાં મત માંગવા આવું નહીંના બેનરો લઞાવાનુ શસ્ત્ર અપનાવતા મોરબી નું રાજકારણ ગરમાયું છે ને ઉલ્લેખનીય છે કે પોણા બે માસ થી ચાલતા જેતપર ઞામે ખેડૂતોના આંદોલનમાં આમણાત, ઉપવાસ, આવેદન પત્રો, રેલીઓ સહિત વિવિધ કાર્યક્રમો આપ્યા હતા જેને આશરે 300 થી વધુ ગામોના સરપંચોએ ગ્રામ પંચાયત ના લેટરપેડ સાથે સમર્થન આપ્યું હતું ત્યારે હવે મોરબી જીલ્લાના વિવિધ તાલુકાઓમાં કેટલાક ગામોમાં ભાજપ ને પ્રવેશ નહીં ના બેનરો લાઞશે એ સવાલ ઊઠી રહ્યા છે ત્યારે વધુ માં જેતપર ખેડુત આંદોલન માંથી. મળતી વિગતો મુજબ આગામી સમયમાં આવા બેનરો મોરબી જિલ્લામાં સહિત હવે જામનગર ને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લાઞશે ના એંધાણ આપ્યા છે.
