ઉપલેટામાં ભૂલથી એસિડ પી લેનાર બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનું મોત

ઉપલેટામાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતી અને બેંક ઓફ બરોડામાં કેશીયર તરીકે ફરજ બજાવતી યુવતીએ ભૂલથી એસિડ પી લીધું હતું. યુવતીનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી…

ઉપલેટામાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતી અને બેંક ઓફ બરોડામાં કેશીયર તરીકે ફરજ બજાવતી યુવતીએ ભૂલથી એસિડ પી લીધું હતું. યુવતીનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટામાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતી નમ્રતાબેન ચંદ્રવદનભાઈ ભટ્ટ નામની 37 વર્ષની યુવતી ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે ભૂલથી એસિડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક નમ્રતાબેન ભટ્ટના પિતા તાલુકા પંચાયતમાં એકાઉન્ટન્ટ હતાં અને હાલ નિવૃત્ત છે. નમ્રતાબેન ત્રણ બહેનમાં નાની હતી અને બેંક ઓફ બરોડામાં કેશિયર તરીકે ફરજ બજાવતી હતી. નમ્રતાબેન ભટ્ટની ભુલથી એસિડ પી જવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *