T20 વર્લ્ડ કપની બાંગ્લાદેશની મેચો પાકિસ્તાનમાં રમાડો

આઇસીસી સાથેના વિવાદમાં પાકિસ્તાને ઝંપલાવ્યું   પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 2023માં પોતાના ખેલાડીઓને વન-ડે વર્લ્ડ કપની મેચો રમવા અમદાવાદ મોકલ્યા હતા, પણ બાંગ્લાદેશ આગામી ફેબ્રુઆરીના ટી-20…

આઇસીસી સાથેના વિવાદમાં પાકિસ્તાને ઝંપલાવ્યું

 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 2023માં પોતાના ખેલાડીઓને વન-ડે વર્લ્ડ કપની મેચો રમવા અમદાવાદ મોકલ્યા હતા, પણ બાંગ્લાદેશ આગામી ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપમાં પોતાની મેચો ભારતમાં ન રમે એ માટે પાકિસ્તાન એને ખુલ્લેઆમ પ્રોત્સાહિત કરી રહ્યું છે જેમાં એણે બાંગ્લાદેશને ઑફર કરી છે કે એ આગામી વિશ્વ કપની મેચો પાકિસ્તાનમાં રમી શકે છે.

પાકિસ્તાને આ વિશેનો સંદેશ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને મોકલ્યો છે. આઇસીસી બાંગ્લાદેશના મુદ્દે આજે આખરી નિર્ણય લેવાનું છે. ભારતમાં પોતાના ખેલાડીઓની સલામતી નહીં રહે એવું કારણ આપીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ વર્લ્ડ કપ માટે ટીમને ભારત નહીં મોકલવાનું નક્કી કર્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુ નાગરિકોની દરરોજ હત્યા થઈ રહી હોવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને બીસીસીઆઇએ તાજેતરમાં પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને ટીમમાંથી કાઢી નાખવા કોલકાતા નાઇટ રાઇડર્સને સૂચના આપી એના જવાબમાં બીસીબીએ વર્લ્ડ કપમાં પોતાની મેચો ભારતમાં ન રમવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *