સોશિયલ મીડિયા અને ગ્લેમર વર્લ્ડમાં અત્યારે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને જાણીતી આરજે મહવશના સંબંધોને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ ચહલનું નામ અવારનવાર મહવશ સાથે જોડવામાં આવતું હતું. બંનેની નિકટતા અને અવારનવાર સાથે જોવા મળતા હોવાથી ચાહકો તેમના ડેટિંગના અનુમાન લગાવી રહ્યા હતા. જોકે, હવે આ કથિત જોડીના સંબંધોમાં ખટાશ આવી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેણે ઈન્ટરનેટ પર નવી ચર્ચા છેડી દીધી છે.
તાજેતરના અપડેટ મુજબ, યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સોશિયલ મીડિયાના યુગમાં કોઈને અનફોલો કરવા એ સંબંધોમાં તિરાડ અથવા મિત્રતા તૂટવાનો મોટો સંકેત માનવામાં આવે છે. અત્યાર સુધી એકબીજાના સારા મિત્ર હોવાનો દાવો કરતા આ બંને સેલિબ્રિટીઝે અચાનક કેમ આ પગલું ભર્યું, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ચાહકો માની રહ્યા છે કે તેમની દોસ્તીનો હવે અંત આવ્યો છે.
