બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર તરીકે કામ કરતા મહફૂઝ આલમે 16 ડિસેમ્બર 1971ના વિજય દિવસના અવસર પર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો. વિજય દિવસ બાંગ્લાદેશની મુક્તિ યુદ્ધમાં પાકિસ્તાની સેના પર બાંગ્લાદેશી સેનાની જીતને દર્શાવે છે. તે જ દિવસે મહફૂઝે સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરી હતી.
પોસ્ટમાં, મહફૂઝ આલમે પૂર્વોત્તર અને ઉત્તર ભારતમાં સાંસ્કૃતિક અસંતોષ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે એક વિવાદાસ્પદ નકશો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરાને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. વિવાદ વધ્યા બાદ મહફૂઝે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
મહફૂઝ આલમે તેની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ઉત્તર-પૂર્વ ભારત અને બાંગ્લાદેશના લોકોની સંસ્કૃતિ ધર્મ સિવાય સમાન છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પૂર્વ પાકિસ્તાનનું નિર્માણ ભારતની ઉચ્ચ જાતિઓ અને હિંદુ કટ્ટરવાદીઓના વલણને કારણે થયું હતું.
1975માં બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મહફૂઝે 2024માં શેખ હસીનાને સત્તા પરથી હટાવવાની કથિત યોજનાને અલોકતાંત્રિક ગણાવી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાઓ વચ્ચે 50 વર્ષનું અંતર છે, પરંતુ સંજોગો બદલાયા નથી. મહફૂઝે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશને નવી વ્યવસ્થા અને ભૂગોળની જરૂૂર છે.
મહફૂઝે ફેસબુક પર એક વિવાદાસ્પદ નકશો શેર કર્યો હતો, જેમાં ભારતના પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ હજુ પણ તેની મુક્તિની શોધમાં છે અને આ માત્ર શરૂૂઆત છે. જો કે, ભારત પર કબજો કરવાનું સપનું શેર કર્યાના કલાકો બાદ જ તેણે ચૂપચાપ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.