પ્રિન્સ રહેમાન હોટ ફેવરિટ: 35 બેઠક પર હિન્દુ મતદારો નિર્ણાયક
59 પક્ષોના 2028 ઉમેદવારોનું ભાવિ સાંજે થશે સીલ, એક જ તબક્કામાં મતદાન, કાલે પરિણામ
શેખ હસીનાની સરકારનાં પતન પછી લગભગ અનાથ જેવી દશામાં મુકાઈ ગયેલા બાંગ્લાદેશના વચગાળાના સુકાની તરીકે અને અંતરિમ સરકારના સલાહકાર તરીકે મોહમ્મદ યુનુસે આગળ ધપાવેલી લોકશાહી પ્રક્રિયાના એક મહત્વના કદમ રૂપે આજે બાંગ્લાદેશમાં સામાન્ય ચુંટણીઓ યોજાઈ છે. જેમાં ઢાકા સહિતનાં મહત્લના તમામ શહેરોમાં વહેલી સવારથી સુરક્ષા દળોના જાપ્તા હેઠળ મતદારોની લાંબી લાઈન લાગી હતી. સવારે 7.30 વાગ્યે પોલિંગ ઓફિસરો પહોંચે એ પહેલા જ લોકો ઉત્સાહથી પહોંચેલા જોવા મળ્યા હતાં.
બાંગ્લાદેશમાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકારના પતન બાદ આજેે પ્રથમ વખત સંસદીય ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. અંદાજે દોઢ વર્ષ પહેલાં વિદ્યાર્થીઓના આંદોલન પછી બનેલી રાજકીય પરિસ્થિતિ બાદ આ ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૂંટણીમાં બીએનપી અને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી સહિત કુલ 59 નોંધાયેલ પક્ષોના 2028 ઉમેદવારો મેદાનમાં છે, આ ચુંટણીનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મહંમદ યુનુસના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી યોજાઈ રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે, છતાં હિંસાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતથી વિપરીત, બાંગ્લાદેશમાં ચૂંટણી તબક્કાવાર નહીં પરંતુ એક જ દિવસે યોજાય છે. મતદાન બાંગ્લાદેશ સમય મુજબ સવારે 7:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી રહેશે. મતદાન ઈવીએમ દ્વારા નહીં પરંતુ બેલેટ પેપરથી કરવામાં આવશે. મતદારો એક સાથે બે મત આપશે, એક સંસદીય ચૂંટણી માટે અને બીજો જુલાઈ નેશનલ ચાર્ટર રેફરેન્ડમ માટે.
બાંગ્લાદેશની જાતીય સંસદમાં કુલ 350 સભ્યો હોય છે અને તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. તેમાંમાંથી 300 સભ્યોને લોકો સીધા ચૂંટે છે. બાકીની 50 બેઠકો મહિલાઓ માટે અનામત છે, જે 300 બેઠકોના પ્રમાણ આધારે ફાળવવામાં આવે છે. આ વખતે એક ઉમેદવારના અવસાનને કારણે 299 બેઠકો માટે મતદાન થશે. સરકાર બનાવવા માટે 300 ચૂંટાયેલા સભ્યોમાંથી ઓછામાં ઓછા 151 બેઠકો જરૂૂરી છે. મહિલાઓ માટે અનામત 50 બેઠકો બાદમાં ફાળવવામાં આવતી હોવાથી સરકાર રચવામાં તેમની સીધી ભૂમિકા રહેતી નથી.
જાતીય પાર્ટીના નેતા જી.એમ. કાદર 18 પક્ષોના નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. ડેમોક્રેટિક યુનાઇટેડ ફ્રન્ટમાં મુખ્યત્વે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ બાંગ્લાદેશ અને સોશિયલિસ્ટ પાર્ટી ઓફ બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
બેઠકો પર, જમાત અને તેનું ગઠબંધન 298 બેઠકો પર અને ઇસ્લામી આંદોલન 253 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એક સર્વે અનુસાર ઇગઙને 33 ટકા સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં કુલ 12 કરોડ 70 લાખ મતદારો છે. કુલ 59 નોંધાયેલ પક્ષો ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે અને 2028 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 249 નિર્દલીય ઉમેદવારોનો સમાવેશ થાય છે.
2024ની ચૂંટણીમાં શેખ હસીનાના નેતૃત્વ હેઠળ અવામી લીગે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, કારણ કે ઇગઙએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તે સમયે આશરે 40 ટકા મતદાન થયું હતું. બાદમાં ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીઓના આંદોલન પછી શેખ હસીનાની સરકાર પડી ગઈ અને મહંમદ યુનુસના નેતૃત્વમાં અંતરિમ સરકાર રચાઈ. ત્યારબાદ અવામી લીગને 2026ની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
દરેક નાગરિક બે મત આપશે
જુલાઈ નેશનલ ચાર્ટર રેફરેન્ડમ અંતર્ગત અગાઉના કહેવાતા તાનાશાહી માળખાને દૂર કરવા માટે એક નવું ફ્રેમવર્ક રજૂ કરવામાં આવ્યું છે. 25થી વધુ રાજકીય પક્ષોએ આ દસ્તાવેજ પર સહી કરી છે. સામાન્ય ચૂંટણી સાથે મતદારોને સંસદીય મત માટે સફેદ બેલેટ અને રેફરેન્ડમ માટે ગુલાબી બેલેટ આપવામાં આવશે, જેમાં ’હા’ અથવા ’ના’ લખવાનું રહેશે. મુખ્ય રાજકીય પક્ષોમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) અને તેનું 10 પક્ષોનું ગઠબંધન, તેમજ જમાત-એ-ઇસ્લામી અને તેનું 11 પક્ષોનું ગઠબંધન સામેલ છે. BNPનું નેતૃત્વ તારિક રહમાન કરી રહ્યા છે, જ્યારે જમાત-એ-ઇસ્લામીના નેતા શફીકુર રહમાન છે. ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ અલગથી ચૂંટણી લડી રહ્યું છે.
