બેંગાલુરના અતુલ સુભાષની જેમ બોટાદમાં સુરેશ નામના વ્યક્તિએ પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. સુરેશે પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. યુવકે એક વીડિયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને વિનંતી કરી છે કે એની એવી સ્થિતિ કરજો કે જીંદગીભર યાદ રાખે.
મૃતકના પિતાએ દીકરાની પત્ની વિરૂૂદ્ધ નોંધાવી ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકની પત્ની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, બેંગલુરૂૂમાં એન્જિનિયર અતુલ સુભાષ આપઘાત કેસ બાદ ગુજરાતના સુરેશનો કેસ સામે આવ્યો છે.
બોટાદના ઝમરાળા ગામે પત્નીના ત્રાસથી પતિએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પત્નીના માનસિક ત્રાસથી પતિએ મજબૂર બની ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આપઘાત પહેલા યુવકે પોતાના મોત માટે જવાબદાર તેની પત્ની રહેશે તેવો વીડિયો પણ વાઈરલ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, પએણે મારું મોત કરાવ્યું છે. એની એવી સ્થિતિ કરજો કે જીંદગીભર યાદ રાખેથ.
બોટાદના ઝમરાળા ગામે મજૂરી કામ કરતા સુરેશ સાથળિયાને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોય તેની પત્ની જયાબેન વારંવાર સાસરે ચાલ્યા જતા હતા. થોડા દિવસો પહેલા પણ આવી ઘટના બનવા પામી હતી અને ઝઘડો કરી જયાબેન તેમના પિયર નવાગામ ચાલ્યા ગયા હતા. ત્યારે સુરેશે સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓને સાસરે પાછું આવવું નથી તેવું કહી તેના પતિ અને ચાર બાળકોને તરછોડી દીધા હોવાના કારણે સુરેશને માનસિક આઘાત લાગતા તેઓએ વીડિયો વાઈરલ કરી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે અને તેમના મોત માટે તેમની પત્ની જવાબદાર છે. તેમજ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવું કહી રહ્યાં હોવાનું સામે આવ્યું હતું.
બોટાદ ડિવાયેસપી નવીન આહિરે જણાવ્યું કે, મૃતકના માતા-પિતાના કહેવા મુજબ જયાબેન તેના સુરેશ સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને ન કહેવાના શબ્દો કહી અપમાનિત કરતા હતા. ત્યારે બે દીકરા અને બે દીકરીઓ સહીત ચાર સંતાનોને તરછોડી વારંવાર ચાલ્યા જતા હોવાથી, સુરેશ સાથે મારપીટ કરવી અને ઝઘડા કરવાની ઘટનાથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકે પણ વીડિયોમાં કહ્યું કે, મને છેતર્યો છે જેથી જિંદગીભર યાદ રાખે તેવો સબક દેજો તેવું વીડિયોમાં ઉલ્લેખ પણ કર્યો છે. ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.