બકરી ઈદે જાહેર કે ખાનગી સ્થળોએ પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ

રાજકોટ શહેરમાં આગામી 28મી મેના રોજ મુસ્લિમ ધર્મના તહેવાર ’બકરી ઇદ’ (ઇદ-ઉલ-અઝહા)ની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર કે…

રાજકોટ શહેરમાં આગામી 28મી મેના રોજ મુસ્લિમ ધર્મના તહેવાર ’બકરી ઇદ’ (ઇદ-ઉલ-અઝહા)ની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર કે ખાનગી સ્થળોએ પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે જાહેરનામામાં ફરમાવ્યું છે કે, આગામી 28 મે 2026ના રોજ બકરી ઇદની ઉજવણી થનાર છે. આ તહેવાર પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે. આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કરવાથી અન્ય ધર્મ કે સમુદાયના લોકોની લાગણી દુભાવાને કારણે સુલેહશાંતિનો ભંગ થવાનો સંભવ રહે છે.

આથી કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. આ ઉપરાંત કોઈ પણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં તેમજ કુરબાની પછી જાનવરનું માંસ, હાડકા અને અન્ય અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.

આ આદેશ તા. 27 મેના રોજ રાતે 12થી તા. 30 મેના રોજ રાતે 12 સુધી પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *