ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુધ્ધની પરિસ્થીતીને ધ્યાને રાખી રાજકોટમા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ લંબાવવામા આવ્યુ છે. અને આગામી 22 મે સુધી રાજકોટમા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે.
યુધ્ધની સ્થિતી જેવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વીમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો-સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો ના ગેરલાભ લઇ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય નહી. હાલમાં રાષ્ટ્રમાં પ્રવર્તીત પ્રવર્તમાન સંજોગોને ધ્યાને રાખી રાજકોટ શહેર વિસ્તારોમાં લોકો વચ્ચે ભય જેવી પરિસ્થીતી ઉભી ન થાય તેમજ લોકોની જાન માલની સુરક્ષા સારૂૂ રાજકોટ શહેર વિસ્તારને ટેમ્પરરી રેડ ઝોન (સંપૂર્ણ નો ડ્રોન ફ્લાય ઝોન) જાહેર કરાયુ છે.
અને રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ક્વાડ કોપ્ટર , પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ , હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર , પેરા મોટર, હોટ એર બલુન , પેરા જમ્પીંગ ચલાવવાની/કરવાની કોઇપણ પ્રકારના ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા અંગેનુ જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે . જેથી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 163 મુજબ તા.22/05/2025 સુધી આ જાહેરનામુ અમલમા રહેશે .
