ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકના તમામ નાણાકીય વ્યવહારો ઉપર પ્રતિબંધ

બેંક હસ્તકની કોઈપણ સંપત્તિનું વેંચાણ કે હસ્તાકરણ આરબીઆઈની મંજુરી વગર થઈ શકશે નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગુજરાત રાજ્ય કર્મચારી…

બેંક હસ્તકની કોઈપણ સંપત્તિનું વેંચાણ કે હસ્તાકરણ આરબીઆઈની મંજુરી વગર થઈ શકશે નહીં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકના તમામ નાણાકીય વ્યવહારો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, બેંકમાંથી થતા તમામ પ્રકારના ઉપાડ બંધ કરી દેવાયા છે અને બેંક હસ્તકની કોઈપણ સંપત્તિનું વેચાણ કે હસ્તાંતરણ છઇઈંની પૂર્વ મંજૂરી વગર થઈ શકશે નહીં. બેંકના કોઈપણ વ્યવહાર કે વહીવટી નિર્ણય પર પણ હાલ રોક લગાવી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બેંક સાથે આશરે 9,900 સભ્યો જોડાયેલા છે અને તેમાં અંદાજે 6 કરોડ રૂૂપિયાની થાપણો તથા 3 કરોડ રૂૂપિયાના શેર રહેલા છે, જેના ભવિષ્યને લઈને હવે ચિંતાઓ સેવાઈ રહી છે.
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો મુજબ, આ પ્રતિબંધો 11 માર્ચ, 2026ના રોજ કામકાજ પૂર્ણ થયા બાદથી અમલમાં આવી ગયા છે. આ કડક નિર્ણય પાછળ બેંકના 9,900 જેટલા સભ્યો અને થાપણદારોના હિતોનું રક્ષણ કરવાનો મુખ્ય હેતુ હોવાનું જાણવા મળે છે.

રિઝર્વ બેંકના આદેશ અનુસાર હવે બેંક નીચે મુજબના કોઈ પણ કાર્યો આરબીઆઈ ની પૂર્વ મંજૂરી વગર કરી શકશે નહીં. બેંક હવે કોઈ નવી લોન આપી શકશે નહીં કે જૂની લોનનું રિન્યુઅલ કરી શકશે નહીં. ઉપરાંત, બેંક દ્વારા કોઈ પણ પ્રકારનું નવું રોકાણ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. બેંક નવી થાપણો (Deposits) સ્વીકારી શકશે નહીં. બેંક હસ્તકની કોઈ પણ જંગમ કે સ્થાવર મિલકતનું વેચાણ, ટ્રાન્સફર કે નિકાલ પૂર્વ મંજૂરી વગર થઈ શકશે નહીં. બેંક માત્ર અનિવાર્ય ખર્ચ જેવા કે કર્મચારીઓના પગાર, ભાડું અને વીજળી બિલની ચૂકવણી કરી શકશે. બેંકની લિક્વિડિટી (તરલતા) ની નબળી સ્થિતિને જોતા, આરબી આઈએ ગ્રાહકોને તેમના બચત કે ચાલુ ખાતામાંથી રકમ ઉપાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ સમાચારને પગલે મધ્યમ વર્ગના કર્મચારીઓ અને નાના થાપણદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *