જીએસટી નંબર ભરવા અને ખોટા બિલો મુદ્દે થયેલી અરજીની પતાવટ માટે લાંચ લેતાં ઝડપાયા’તા
સેન્ટ્રલ જી.એસ.ટી. કચેરીમાં ફરિયાદી ધનેશકુમાર પારેખ વિરૂૂધ્ધ જી.એસ.ટી. નંબર ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે અરજી થઇ હતી. આ અરજીમાં કોઈ મોટો કેસ નહીં કરવાના અવેજ પેટે સેન્ટ્રલ જી.એસ.ટી. કચેરીના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમાર સાથે રૂૂપિયા 20 લાખની લાંચ ટેક્ષ ક્ધસલ્ટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવાનું સેટલમેન્ટ થયું હતું. આથી ધનેશ પારેખેએન્ટીકરપ્શન બ્યુરોમાં કરેલી ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં રાત્રિના સમયે સુપ્રિન્ટેન્ડેન્ટ વતી ક્ધસલ્ટન્ટ આકાશે રૂૂા. 20 લાખની લાંચની રકમ સ્વિકારતા ઝડપાઈ ગયેલ, એ.સી.બી.એ બંને આરોપીઓ વિરૂૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારબાદ આરોપી ટેક્ષ ક્ધસલ્ટન્ટ આકાશ કાલોલીયા દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, જે સામે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈ મુજબ ’10 રૂૂપિયા પણ લાંચ કહેવાય શકે અને 10 કરોડ પણ લાંચ કહેવાય.’ આરોપીના ટેલિફોનિક વાર્તાલાપના જવાબમાં જણાવવામાં આવેલ કે આ વાર્તાલાપનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયેલ ન હોય તો પણ જયારે આરોપી આકાશ ફરીયાદી પાસેથી 20 લાખ રૂૂપિયા ક્યા કાયદેસરના વ્યવહાર પેટે સ્વીકારે છે તે જણાવે નહીં ત્યારે આ રકમ લાંચની જ છે તેમ માનવાનું રહે છે.
અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદીયાની પાસેથી કે તેમના ઘરેથી 100 રૂૂપિયાની રકમ પણ કબ્જે થયેલ ન હતી. તેથી સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપેલા હોય તો તેવા કેસ સાથે હાલના આરોપી આકાશ કલોલીયાના કેસ સાથે સમાનતા જોઈ શકાય નહીં. આ તમામ રજુઆતોના અંતે ખાસ અદાલતના જજ ટી. એસ. બ્રહમભટ્ટે આરોપી કરવેરા સલાહકાર આકાશ કાલોલીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર વતી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.
