જામનગરમાં ભૂસ્તરશાસ્ત્રી કચેરી ના સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક દિવસ થી ખનિજ ચોરી સામે સતત દરોડા ની કાર્યવાહી ચાલી રહી છે, અને ખનિજ ચોરી સાથે સંકળાયેલા સાધનો-વાહનો કબજે કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે પણ આવા કેસ માં અડધા કરોડ ની કિંમત ના વાહન, સાધન કબજે લેવાયા હતાં. જામનગર ના ભૂસ્તર શાસ્ત્રી ની સૂચના મુજબ ગઈકાલે તા. 6-1-ર0ર6 ના જોડિયા તાલુકા ના કેશિયા ગામ માં બ્લેકટ્રેપ ખનિજ નું ખનન ચાલતું હોવાની માહિતી ના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને એક મશીન કબજે લેવાયું હતું.
આ ઉપરાંત એરફોર્સ ગેઈટ પાસે થી પસાર થતા જીજે-10-ટીએક્સ-7174 નંબર નું સાદી રેતી ભરેલ ડમ્પર (ગુરુકૃપા એન્ટરપ્રાઈઝ) કબજે લેવાયું હતું. આમ આશરે રૂૂ. પ0 લાખ ની કિંમત ના મશીન-વાહન કબજે કરાયા હતાં.
આ કામગીરી તપાસ ટીમના ભાવેશભાઈ, નૈતિકભાઈ, રજનીકાંતભાઈ, નિખીલભાઈ, રમેશભાઈ અને આનંદભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
