ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી એટલે કે ગઈ કાલથી સિડનીમાં શરૂ થઈ હતી. આજે (4 જાન્યુઆરી) મેચનો બીજો દિવસ છે. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયન બેટર પણ ટીમ ઈન્ડિયાના પેસર્સ સામે નબળી સાબિત થઇ રહી છે. કાંગારૂઓએ તેમના પ્રથમ દાવમાં લંચ સુધી 101 રનમાં 5 વિકેટો ગુમાવી દીધી હતી. પછી ટીમ ઈન્ડિયાના ફાસ્ટર બોલરોએ શાનદાર દેખાવ ચાલુ રાખતાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમને 181 રનમાં ઓલઆઉટ કરી દેતાં ટીમ ઈન્ડિયાને 4 રનની લીડ મળી હતી.
ટીમ ઈન્ડિયાનો એક્ટિંગ કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. મેચમાં બુમરાહ ઈન્જર્ડ થઈ જતાં તેને સ્કેન માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ મેદાનમાં સુકાનીપદ સંભાળ્યું હતું.જો ઝડપી બોલરો ફિટ થયા બાદ ટીમમાં પરત નહીં ફરે તો ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી શકે છે.
આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા જસપ્રીત બુમરાહની ઈજાના કારણે ટીમને મોટો ફટકો પડ્યો છે.ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇનિંગમાં ઋષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 184 રનથી શાનદાર જીત નોંધાવી હતી.