પત્નીએ બચાવી યુવાનને હોસ્પિટલે ખસેડયો
ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલા જીવણ જ્યોત પાર્કમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ લેતા તેમને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.તેમના પરિવાર જણાવ્યું હતું કે,તેમને ત્રણ દિવસથી મરી જવાના વિચારો આવતા હોવાથી આ પગલું ભર્યું હતું.હાલ તેમની સારવાર ચાલી રહી હોવાના જાણવા મળી રહ્યું છે.
જીવણ જ્યોત પાર્કમાં રહેતા અને સેન્ટીંગ નું કામ કરતા પ્રકાશભાઈ લાલજીભાઈ રાઠોડ નામના 38 વર્ષના યુવાને ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે તેમના પત્ની ધનીબેન જોઈ જતા પતિ પ્રકાશને બચાવી તુરંત રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને તેમનો જીવ બચી ગયો હતો.તેમને સંતાનમાં એક દીકરો છે પોતે બે ભાઈ એક બહેનમાં મોટો છે.તેમને ત્રણેક દિવસથી મરી જવાના વિચાર આવતા હોવાનું જાણવા મળ્યું છે.
