નકલી એકાઉન્ટ બનાવી ડેટાનો ઉપયોગ કરનારથી ચેતવું જરૂરી
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર ગિરિરાજ હોસ્પિટલ પાસે રહેતા અને શેરબ્રોકરનું કામ કરતા પ્રતિક પંડ્યા સાથે સાઈબર ગઠીયાઓએ છેતરપીંડીનો પ્રયાસ કરતા આ મામલે પ્રતિક પંડ્યાએ રાજકોટ સાઈબર ક્રાઈમમાં અરજી કરી છે.
પ્રતિક પંડ્યાએ અરજીમાં જણાવ્યું છે કે, કેટલાક હેકિંગ, એકાઉન્ટ સમસ્યાઓ અને સંકળાયેલ સમસ્યાઓ ધ્યાન માં આવેલ છે. તેમના ડેટાનો ઉપયોગ કરીને અનેક નકલી પ્રોફાઇલ બનેલ હોવાનું ધ્યાન માં આવતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. પોતે ફેસબુક મા રેગ્યુલર યુઝર ના હોવને કારને પાસવર્ડ રીસેટ કર્તા સમય આ વાસ્તુ ધ્યાન માં આવેલ. એક પ્રોફાઈલમા તેમનું નામ રાખેલ હતું તેમજ આ મામલે પોલિસ પાસે જાતા આ પ્રોફાઇલ્સ અદ્રશ્ય થઇ ગયેલ પણ બીજી વખતે ફરી સક્રિય થઇ હતી પ્રોફાઈલ ડીલીટ કરતી સમયે અમુક પ્રોફાઇલ્સ અચાનક લોક થઇ ગયેલ જે એ સાથેજ અમુક પ્રોફાઇલ્સ ડેટા ઇનપુટ કર્તા એક મોબાઈલમા દર્શીતી હતી.
આ સાથેજ, ઇન્સ્ટ્રુમેન્ટ્સમા હેકિંગ દ્વારા અનેક ફેરફારો પણ જોવા મળ્યા હતા તેમજ તેમની બ્રોકર એપ્લિકેશન પણ વગર પાસવર્ડે ખુલી જતી હતી. પ્રતિક પંડ્યા સાથે આ ત્રીજી વખત બન્યું હોય જેથી તાત્કાલિક સાઈબર ક્રાઈમમાં જાણ કરતા આ ફેસબુક પ્રોફાઇલ્સ ઉપર કાર્યવાહી કરેલ હતી. પ્રતિક પંડ્યાએ લોકોને સાવચેત રહેવા આપી કરી છે. તેમજ સાયબર સેલ ગાંધીનગર દ્વારા જે અમુક સુધારાઓ સૂચવ્યા હતા તેનો અમલ કરી લોકો આવા હેકિંગથી બચી શકે છે.
