અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પોલીસે આરોપીની કરી અટકાયત

    યુએસના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઓહાયો નિવાસસ્થાન પર હુમલો થયો છે. વાન્સનું નિવાસસ્થાન ઓહાયોના સિનસિનાટીમાં આવેલું છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.…

 

 

યુએસના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઓહાયો નિવાસસ્થાન પર હુમલો થયો છે. વાન્સનું નિવાસસ્થાન ઓહાયોના સિનસિનાટીમાં આવેલું છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. એક ન્યૂઝ અહેવાલ મુજબ એક વ્યક્તિ અચાનક તેમના ઘરમાં ઘૂસી ગયો અને તોડફોડ કરવા લાગ્યો. જો કે તે સમયે જે.ડી. વેંસ અહી હાજર ન હોવાથી બચાવ થયો છે. રવિવારે રાત્રે 12:15 વાગ્યે વેન્સના ઘર પાસે કોઈને ભાગતા જોવામાં આવ્યા હતા.

જે.ડી. વાન્સ ઘટના સમયે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર નહોતા. સ્થાનિક મીડિયામાં આવેલા ફોટામાં ક્ષતિગ્રસ્ત બારીઓ દેખાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે જેડી વેન્સ અને તેમનો પરિવાર ઘરમાં હાજર ન હતો. પ્રાથમિક માહિતીમાં એવું પણ સામે આવ્યું છે કે કસ્ટડીમાં લેવામાં આવેલ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિના ઘરની અંદર ઘૂસવામાં સફળ રહ્યો નહોતો.

યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થીત ઘર પર અચાનક હૂમલો કરાતા ચકચાર મચી છે.તપાસ એજન્સીઓ હુમલાખોર દ્વારા કેમ હૂમલો કરવામાં આવ્યો શું કારણ હતુ આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે મીડિયાએ વ્હાઇટ હાઉસ અને સિક્રેટ સર્વિસ પાસેથી પણ જાણકારી માગી છે, પરંતુ હજુ સુધી તેમની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *