જંતરમંતર ખાતે લાઠીચાર્જ અને પેલેટગનનો ઉપયોગ કોના ઇશારે?

ગૃહમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ સાથે રાજકોટ શહેર-જિલ્લા યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યુવાઓના લોકતાંત્રિક અધિકારો અને ન્યાયના હક માટે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરી…

ગૃહમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ સાથે રાજકોટ શહેર-જિલ્લા યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

યુવાઓના લોકતાંત્રિક અધિકારો અને ન્યાયના હક માટે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરી અને રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળાની આગેનવાનીમાં આજે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના જંતર-મંતર ખાતે યુવાઓ પર લાઠીચાર્જ કરાવવામાં આવ્યો હોવાના તથા પેલેટ ગનના ઉપયોગ અંગેના આક્ષેપોને લઈને યુથ કોંગ્રેસ દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. યુવાઓ સામે બળપ્રયોગ કરવાનો નિર્ણય કોણે લીધો અને પેલેટ ગનના ઉપયોગનો આદેશ કોણે આપ્યો? તે અંગે જવાબદારી નક્કી કરી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવશે.

યુવાઓ પોતાના લોકતાંત્રિક અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવી રહ્યા હોય ત્યારે તેમની સાથે બળપ્રયોગ કરવો એ લોકશાહી મૂલ્યો માટે ગંભીર બાબત છે. આ ઘટનાની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયો.

આ વિરોધ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ અને રાજકોટ શહેર યુથ કોંગ્રેસના યજ્ઞેશભાઇ દવે, જયદીપ મિયાત્રા,હિરલબા રાઠોડ, નરેન્દ્ર પટેલ,જલ્પેશ રાઠોડ, અક્ષ્સંશ ગૌશ્વામી, ગૌરવ ખીમસુરીયા, આર્યન કુરેશી, કરીના કુરેશી, અરમાન સૈયદ, ધ્રુવ ઢોલરીયા, પ્રથમ વાઢવાના, આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાઈને સરકાર સામે વિરોધ કરવામાં આવીયો હતો.

મુખ્ય માગણીઓ
જંતર-મંતર ખાતે થયેલા લાઠીચાર્જની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
યુવાઓ પર પેલેટ ગનના ઉપયોગ અંગે તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે.
બળપ્રયોગનો આદેશ આપનાર અધિકારીઓ/જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સમગ્ર ઘટનાની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી રાજીનામું આપે.
યુવાઓના લોકતાંત્રિક અને બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *