કાલાવડ રોડ પર ટ્રેક્ટર ઠલવાતા મનપાના એસ્ટેટ વિભાગે રંગેહાથ પકડયો
શહેરના વોર્ડ નં.8, કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર ઈ ઉ (બાંધકામ) વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આસામી પાસેથી રૂૂ. 15,000 /-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.25-12-2025 દિવસ દરમિયાન વોર્ડ નં.8 ખાતે કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર (બાંધકામ) વેસ્ટ નાખવા બદલ આસામી પાસેથી રૂૂ 15,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેરની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.8 ના મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી, સેનીટેશન ઓફિસર, સેનીટરી ઇન્સ્પેકટર, સેનીટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ. રાજકોટ શહેરના શહેરીજનોને જાહેર જગ્યામાં ઈ ઉ (બાંધકામ) વેસ્ટ, કચરો ન ફેકવા તેમજ ગંદકી ન કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
