એશિયન ગેમ્સ 2026માં ભારતની મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે ઈરાનને 37-34થી હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે.
મુકાબલાના પ્રથમ હાફમાં ભારતે 22-16ની સરસાઈ મેળવી હતી. જોકે, બીજા હાફમાં ઈરાનની ટીમે જોરદાર વાપસી કરી હતી અને એક સમયે સ્કોર 27-26 પર પહોંચી ગયો હતો. ભારતીય ટીમ ઓલઆઉટ થતાં મેચમાં રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરંતુ ટાઈમઆઉટ બાદ ભારતીય ખેલાડીઓએ રણનીતિ બદલીને શાનદાર વાપસી કરી હતી. ખાસ કરીને અંતિમ પાંચ મિનિટમાં ભારતે જોરદાર રમત બતાવીને ઈરાનને 37-34થી હરાવ્યું હતું.
આ જીત સાથે ભારતીય મહિલા કબડ્ડી ટીમે દેશને ગૌરવ અપાવ્યું છે અને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે.એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ ચોથી વખત છે જ્યારે ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.
