એશિયા કપ 2027 ની તારીખો અને શેડ્યૂલને લઈને મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આગામી એશિયા કપ આવતા વર્ષે 18 જૂનથી શરૂૂ થશે અને તેની ફાઇનલ મેચ 4 જુલાઈએ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટની યજમાની બાંગ્લાદેશને સોંપવામાં આવી છે. વિશેષ વાત એ છે કે આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ વખતે એશિયા કપ ટી-20 ને બદલે 50 ઓવરના વનડે (ODI) ફોર્મેટમાં રમાડવામાં આવશે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ટૂર્નામેન્ટની તૈયારીઓ અંગે બાંગ્લાદેશ પાસેથી જરૂૂરી માહિતી માંગી છે. એશિયા કપની મેચો મીરપુર, ચિત્તાગોંગ અને સિલહટના મેદાનો પર રમાય તેવી પૂરી શક્યતા છે. છેલ્લી વખત આ ટૂર્નામેન્ટ ઝ20 ફોર્મેટમાં રમાઈ હતી, પરંતુ 2027 માં વનડે વર્લ્ડ કપ પણ યોજાવાનો હોવાથી, આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. ટૂર્નામેન્ટના સત્તાવાર સ્થળો અંગેનો અંતિમ નિર્ણય આગામી થોડા દિવસોમાં લેવાઈ શકે છે.
બાંગ્લાદેશે છેલ્લે 2016 માં એશિયા કપનું સફળ આયોજન કર્યું હતું. તે વર્ષે બાંગ્લાદેશની ટીમ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઈટલ મેચમાં ભારત સામે તેનો 8 વિકેટે પરાજય થયો હતો.
