ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલ સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ, પ્લાન્ટેશન, શહેરના એન્ટ્રી-એક્ઝીટ સર્કલ ડેકોરેશન, રોડ ડીવાઈડર કલરકામ, વેક્યુમ મશીનથી મેઈન રોડ પર રાત્રી સફાઈ સહીતની કામગીરી કરવામાં આવી રહી છે.
દરમ્યાન આજે તા.29/11/2024ના રોજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થતી સિટી બ્યુટીફિકેશનની કામગીરી નિહાળી હતી. અશ્વિની કુમારે શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, આમ્રપાલી અન્ડરબ્રિજ, કોટેચા ચોક, 150 ફૂટ રિંગ રોડ પરનો બી.આર.ટી.એસ. રૂૂટ, ગ્રીનલેન્ડ ચોકડી વગેરે સ્થળની ફીલ્ડ વિઝિટ કરી કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમજ કેટલાક સુચનો પણ કર્યા હતા. આ પ્રસંગે અશ્વિની કુમાર સાથે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જીઓ પી.ડી.અઢીયા, અતુલ રાવલ, કુંતેશ મેતા, એમ.આર. શ્રીવાસ્તવ, કે.પી.દેથરીયા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં સીટી બ્યુટીફીકેશન અન્વયે મેઈન રોડની સાફ-સફાઈ તથા ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ડીવાઈડરને કલરકામ અને થર્મોપ્લાસ્ટ વડે રસ્તા પર સાઈડમાં સફેદ પટ્ટા તેમજ ગાર્ડન શાખા દ્વારા સીટી બ્યુટીફીકેશન અન્વયે ડીવાઈડરના છોડનું કટિંગ કામ, રોડ ડીવાઈડર સફાઈ કામ, પાણી આપવાનું કામ, ઝાડની નડતરરૂૂપ ડાળીઓના કટિંગ કામ અને રોશની શાખા દ્વારા શહેરના મેઈન રોડ અને ગાર્ડનમાં રહેલ સ્ટ્રીટ લાઈટના પોલને કલરકામ કરવાની કામગીરી કરવામાં આવે છે.