રાજકોટ શહેરના મોરબી રોડ કરાવેલ વેલનાથ પરા નજીક સરકારી ખરાબાની જમીન રહેલ ઝૂંપડાઓ આજે સવારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ઝુંપડા વસવાટ કરતા 100 જેટલા લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વૈકલ્પિક જમીન આપવાની માંગ કરી હતી. 60 જેટલા ઝુપડા આજે વહેલી સવારે સરકારી ખરાબ ઝૂપડાનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઇ આજે નાના બાળકો સાથે કલેકર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે અમને તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અમને અગાઉ નોટિસ પણ આપવામાં આવી નથી અને આજે સવારે અચાનક જ ડેમોલેશન કરવા માટે અધિકારીઓ આવી પહોંચ્યા હતા.
મળતી વિગતો અનુસાર મોરબી રોડ ઉપર આવેલ વેલનાથ પરા મેઈન રોડ ઉપર ફાટક ની આગળ ઝુંપડપટી વિસ્તારમાં રહેતા ઘર વિહોણા લોકો આશરે 60થી વધારે ઝુંપડપટીઓમાં વર્ષોથી રહેણાંક કરતા રાતોરાત અમારા ઝુંપડાઓનું નાશ કરેલ પરંતુ અમારા નાના બાળકો અને મહિલાઓ આવી કડકડતી ઠંડીમાં હેરાન થતા હોય, કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર ઝુંપડા પાડી નાખેલ. અમારી ઘરની જમવાની વસ્તુ તેમજ જીવન જરૂૂરીયાતની વસ્તુઓનો નાશ કરી નાખેલ તેમજ અમારી રોજીરોટી ના સાધનોનો પણ નાશ કરી નાખેલ છે અમોને કોઈપણ પ્રકારના અનાજની સહાય પણ મળતી નથી અમો લોકો કંતાન બાંધી ત્યા રહેવાનો આશરો લેતા હતા અમારા કોઈપણ પાકા મકાન બાંધેલા ન હતા. જેથી સરકારની ફાજલ જમીન અથવા તો કોઈ ખરાબાની જમીનમાં અમોને રહેવાનો આશરો મળે અથવા સિવાય કોઈપણ જગ્યાએ આવાસના કવાર્ટર ખાલી પડેલા હોય તો ત્યા આશરો આપવા માટે માંગ કરી હતી.
